લગ્ન કરવાની ઉતાવળ તો જોવો સાહેબ..!, પૂરના ધસમસતા પાણીમાં ઘૂસી ગયા વરરાજા.., આવી જાન જોઈને પેટ પકડીને હસવા લાગશે…

લગ્ન કરવાની ઉતાવળ તો જોવો સાહેબ..!, પૂરના ધસમસતા પાણીમાં ઘૂસી ગયા વરરાજા.., આવી જાન જોઈને પેટ પકડીને હસવા લાગશે…

આજકાલ સોશિયલ મીડિયા ઉપર અવારનવાર લાખો વિડિયો વાયરલ થતા હોય છે અને ઘણા વિડીયો ખૂબ જ સારા હોય છે તેમ જ ઘણા વિડીયો ખૂબ જ ખરાબ હોય છે. જ્યારે કોરોના નો કપરો સમયગાળો હતો ત્યારે લોકો ના ઘણા બધા લગ્ન કેન્સલ થયા હતા. તેમજ એ લોકો લગ્ન કરવાનો સારો મોકો શોધી રહ્યા હતા, કોરોના વખતે ઘણા બધા ચોકાવનારા અહેવાલ પણ સામે આવ્યા હતા.

કોઈ લોકો સાયકલ ઉપર અથવા તો કોઈ લોકો જેસીબી લઈને લગ્ન કરવા ગયો હોય. કોઈએ માસ્ક પહેરીને લગ્ન કર્યા હોય તો કોઈએ પોતાના ઘરની છત ઉપર જ લગ્ન કર્યા હોય. કોરોના નો કપરાં સમયગાળાની અંદર લોકોને લગ્ન કરવામાં ખૂબ જ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેવો કોરોના છતાં લોકો પહેલા ની જેમ લગ્ન કરવા લાગ્યા હતા તેમાં અત્યારે વરસાદને કારણે લોકો ખૂબ જ વધારે પરેશાન થઈ ચૂક્યા છે.

પુરગ્રસ્ત વિસ્તારની અંદર લગ્ન કરવા ખૂબ જ વધારે મુશ્કેલ બને છે. સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા એક વિડીયો વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. વાયરલ થયેલા વીડિયોની અંદર તમે લોકો જોઈ શકો છો કે, એક વરરાજો પોતાના આખા પરિવારની સાથે પૂર ના પાણીની અંદર લગ્ન કરવા માટે નીકળી પડ્યો હતો. તે એકલો ન હતો તેની સાથે ઘણા બધા લોકો પણ હાજર હતા.

વરરાજાએ શેરવાની પહેરીને તેના માથા ઉપર પાઘડી પણ બાંધી હતી અને એક વ્યક્તિની મદદથી પૂરના પાણીની અંદર ઘૂસી ગયો હતો. વરરાજાએ જમીન પર લટકી રહેલા કપડાને એક હાથેથી પકડીને પછી ધીમે ધીમે પૂરના પાણીને પાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેની પાછળ પાછળ પરિવારની મહિલાઓ પણ નીકળવા લાગી હતી.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો પણ ખડખડાટ હસી પડે છે. લગ્નના દિવસે વરરાજાની અંદર આ પ્રકારનું જૂનુન જોઈને જાનૈયાઓ પણ વખાણ કરવા લાગ્યા હતા. instagram ઉપર વાઇરલ થયેલા આ વિડીયો અને નરેશ શર્મા નામના એક એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને લોકો પણ શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Naresh Sharma (@nareshsharma5571)

આ વીડિયોની સાથે એક ગીત પણ મૂકવામાં આવ્યું છે. આ વીડિયોની સાથે સાથે વીડિયોની અંદર સાત સમુંદર પાર મેં તેરે જ પીછે પીછે આ ગયા વાળુ ગીત પણ વાગી રહ્યું છે અને આ ગીત જોઈને લોકો ખડખડાટ જસી પડ્યા છે. મીડિયા ઉપર વાયરલ થયેલા વીડિયોની અંદર લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM