લગ્ન પ્રસંગમાં રોયલ ઠાઠમાઠ, રસ્તા પર પાથરી દીધી પૈસાની નોટો અને પછી તો.. જુવો વિડીયો..!

લગ્ન પ્રસંગમાં રોયલ ઠાઠમાઠ, રસ્તા પર પાથરી દીધી પૈસાની નોટો અને પછી તો.. જુવો વિડીયો..!

અત્યારના લગ્ન રપ્રસંગ એકબીજા કરતા ચડિયાતા ચાલતા હોઈ છે. દરેક વ્યક્તિ પોતાના લગ્નમાં કૈક અજુગતું કરવા માંગતા હોઈ છે. કારણ કે લગ્નની મજા લૂટવા માટે પરિવારજનો અને દોસ્તો વર્ષોથી રાહ જોઈને બેઠા હોઈ છે. આપડે ઘણા લગ્નો અને લગ્નોની ઉજવણીઓ એવી પણ જોઈ છે કે જેમાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોઈ.

ડાયરામાં કલાકારના સુરીલા સોંગ પર રૂપિયાનો વરસાદ કરવો એ સાવ સામાન્ય બાબત છે. ડાયરામાં કલાકારની કલા ઉપર લોકો મન મૂકીને રૂપિયા ઉડાડતા હોય છે. ડાયરાના આવા વીડિયો છાસવારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા રહે છે. પરંતુ મહેસાણામાંથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જે કોઈ ડાયરાનો નહીં પરંતુ એક લગ્ન પ્રસંગનો વીડિયો છે. આ વીડિયોમાં 10 રૂપિયાની નોટોનો ઢગલો રોડ ઉપર કરવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો મહેસાણા જિલ્લાના મૂળ લીંચ ગામનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

આ વીડિયો અંગે ચોક્કસ માહિતી સામે આવી નથી. વીડિયોમાં દેખાતા દ્રશ્યો પ્રમાણે આ વીડિયો લગ્ન પ્રસંગનો માલુમ પડે છે. વીડિયોમાં દેખાય છે એ પ્રમાણે ઢોલીની આગળ એક વ્યક્તિ પ્લાસ્ટીકના કોથળામાં 10 રૂપિયાની નોટો ભરીને રોડ ઉપર પાથરી રહ્યો છે. જોત જોતામાં 10 રૂપિયાની નોટોનો રોડ ઉપર ઢગલો થઈ જાય છે.

ઢોલનગારાના તાલે આ વ્યક્તિ 10 રૂપિયાની નોટોનો વરસાદ કરી રહ્યો છે. ત્યારે લોકોના ટોળા પણ આ દ્રશ્યને જોઈને નવાઈ પમ્યા હતા. જોકે, સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો વાયરલ થયા બાદ તપાસના આદેશ આપ્યા હોવાની જાણકારી મળી રહી છે. થોડા દિવસ પહેલા આણંદમાં ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો.

આણંદમાં કોરોના મહામારીમાં એક કિર્તીદાન ગઢવીનો ડાયરો રાખવામાં આવ્યો હતો, જ્યાં તેમના પ્રશંસકો સ્વાભાવિક રીતે ભેગા થાય છે, અહીં પણ ભેગા થયા હતા અને જુસ્સામાં આવીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ વિશએ જાણવા મળી રહ્યું છે કે લોક ગાયક કિર્તીદાન ગઢવીની લોક ચાહના ગુજરાત જ સહિત દેશ અને વિદેશમાં પણ એટલી બધી છે કે તેઓ ડાયરા માટે જાણીતા છે.

ત્યારે આણંદના કલમસરમાં કિર્તીદાન ગઢવીના એક કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ થયો હતો. જેમાં ડાયરામાં ઉપસ્થિત લોકોએ તેમના કાર્યક્રમમાં રૂપિયા વરસાવ્યા હતા. અહીં આશ્ચર્યની વાત એ છે કે કાર્યક્રમમાં રાજ્યના ધારાસભ્ય મયુર રાવલની હાજરીમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. અહીં પણ કોરોના નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા.


તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

jay tejani