ઝીરો માંથી સર્જન કરનાર કિર્તીદાન ગઢવીએ ખોલી ન્યુઝ ચેનલ, જાણો ચેનલ નું નામ શું છે અને ખાસ વિગતો..

ઝીરો માંથી સર્જન કરનાર કિર્તીદાન ગઢવીએ ખોલી ન્યુઝ ચેનલ, જાણો ચેનલ નું નામ શું છે અને ખાસ વિગતો..

ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી દોસ્તો વધુ એક સફળતાના શિખર પાર કરવાની તૈયારી પર છે. કહેવાય છે ને સફળતાનો કોઈ અંત નથી અને જીવનમાં સફળતા મેળવવા માટે અનેક રસ્તાઓ હોય છે ત્યારે હાલમાં લોકપ્રિય ગાયક કિર્તીદાન ગઢવીએ નવું એક સાહસ ખેડયુ છે.

શૂન્ય માંથી સર્જન કરી ચૂકેલા કિર્તીદાન ગઢવી વધુ એક સિદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે વાત જાણે એમ છે કે હવે કિર્તીદાન ગઢવી મીડિયા ક્ષેત્રે પ્રવેશ કરી રહ્યા છે.વાત જાણે એમ છે ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી અને મુન્ના ગઢવી બેનને ભાગીદારો દ્વારા પ્રભુદાન ન્યૂઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટીવી 13 ગુજરાતી ન્યુઝ ચેનલ શરૂ કરવામાં આવી છે

20 ઓક્ટોબરના રોજ અમદાવાદના હોટલ હિલ્લો કમા ખાતે ટીવી ચેનલ નું લોન્ચિંગ કરવામાં આવ્યું અને આ શુભ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને ગૃહ મંત્રી ની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ખાસ વાત એ છે કે ગુજરાતના અનેક શહેરોમાં લાઈવ કીટ અને જર્નાલિસ્ટ ટીમ સાથે નવી ચેનલ શરૂ થઈ ગઈ છે

અને આની ઓફિસ અમદાવાદમાં આવેલી છે અને આપણે બધા જાણીએ છીએ કે કિર્તીદાન ગઢવી એક સામાન્ય ગાયક કલાકાર માંથી આજે દેશ વિદેશમાં જાણીતા લોક ગાયક કલાકાર તરીકે નામના મેળવી છે અને ત્યારે તેમની આ નવી સિદ્ધિ વધુ એક સફળતા અપાવશે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM