ખેતરથી બાઈક લઈને ઘરે જતા ખેડૂતને ઝડપી ટ્રક ચાલકે કચડી નાખ્યા… ખેડૂતનું ઘટનાસ્થળે રીબાઈ રીબાઈને મોત…

ખેતરથી બાઈક લઈને ઘરે જતા ખેડૂતને ઝડપી ટ્રક ચાલકે કચડી નાખ્યા… ખેડૂતનું ઘટનાસ્થળે રીબાઈ રીબાઈને મોત…

આજકાલ અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની ભૂલ અથવા તો બેદરકારીને કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી એક ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં એક ઝડપી ટ્રકે એક ખેડૂતને કચડી નાખ્યા હતા.

ટક્કર એટલી જોરદાર હતી કે ખેડૂત અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બનતા જ ખેડૂતના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ખેડૂતના મોતના સમાચાર મળ્યા બાદ તેમના પરિવારજનો અને ગામના લોકો પર શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ અકસ્માતની ઘટના બિહારમાંથી સામે આવી રહે છે. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા ખેડૂતનું નામ વિકાસ કુમાર હતું. વિકાસ કુમાર આજરોજ ખેતરે કામ હોવાના કારણે પોતાની બાઈક લઈને ખેતરે જવા માટે નીકળ્યા હતા.

અહીં ખેતરમાં મજૂરોને કામ ચિંધી ને તેઓ ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં સામેથી આવતા એક ઝડપી ટ્રક ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર ખેડૂત વિકાસકુમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું.

ઘટના બન્યા બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. દિવાળીના દિવસોમાં ખેડૂતનું મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM