ગરીબો ના ઘર બનાવનાર ખજૂર ભાઈએ કર્યો ખૂબ મોટો ખુલાસો..!, કે મારી સાથે પણ દગો થયો છે.., અત્યારે મારી ચેનલ..

ગરીબો ના ઘર બનાવનાર ખજૂર ભાઈએ કર્યો ખૂબ મોટો ખુલાસો..!, કે મારી સાથે પણ દગો થયો છે.., અત્યારે મારી ચેનલ..

આજના સમયમાં સૌ લોકો ગુજરાતના મસિહા કહેવાતા ખજૂર ભાઈ ને તો ઓળખતા હશો. ખાસ વાત એ છે કે ખજૂરભાઈ દિવસ-રાત એક કરીને ગુજરાતના અંતરિયાળ ગામડાના લોકોની સેવા કરી રહ્યા છે અને તેનાથી સૌ કોઈ લોકોના દિલ ની અંદર અનોખુ સ્થાન બનાવી રહ્યા છે. ખજૂરભાઈ આજના સમયમાં નડિયાદમાં નિરાધાર લોકોની મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ખજૂર ભાઈ ગોપાલ વ્યક્તિને દુઃખી જોઇ શકતાં નથી.

આજ સુધીમાં ખજૂર ભાઈ એ ૨૦૦થી પણ વધારે લોકોના ઘર બનાવી ચૂક્યા છે અને લોકોને આશરો કરી આપ્યો છે. કેવું છે ખજૂર ભાઈ કોઈ પણ ગરીબ અને નિરાધાર લોકોને દુઃખી જોઇ શકતાં નથી અને જેવી તેમને ખબર પડી કે આ વ્યક્તિ નિરાધાર અને દુઃખી છે તેવા એની પાસે પહોંચી જાય છે અને તેને મદદ કરે છે. અત્યારે ધીમે ધીમે ઉનાળા ની સીઝન પૂરી થઈ ગઈ છે અને ચોમાસાની વિધિવત શરૂઆત થઇ ચૂકી છે

તેવામાં, વાત કરીએ તો અત્યારે જે પણ લોકોના ઘર પડી ગયા છે અને તેમને વરસાદી માહોલનો સામનો કરવો પડી રહ્યો છે તેવા લોકોને મદદ કરીને ખજૂર ભાઈ એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. અત્યારે રંગીલુ ગુજરાત નામની એક યુટયુબ ચેનલ તરફથી વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગરીબોના મસીહા ઉર્ફે નીતિનભાઈ જાની એ ખૂબ જ મોટો ખુલાસો કર્યો છે.

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ખજૂરભાઈ કોર મોબાઇલ ની સાથે જોડાયેલા છે. તેમજ હાલ માં જ પાલીતાણા ની અંદર કોર મોબાઈલ નું ભવ્ય ઓપનિંગ હતું. તે સમયે ખજૂર ભાઈ પણ તે જગ્યા ઉપર હાજર રહ્યા હતા. મિત્રો કોર મોબાઈલ નું ઓપનિંગ હોય અને ખજૂર ભાઈ તે જગ્યા ઉપર ના હોય તેવું બની શકતું નથી. કહેવાઈ રહ્યું છે કે કવર મોબાઈલ પોતાની કમાણીમાંથી ગરીબો માટે પણ હિસ્સો કાઢે છે અને ખજૂર ભાઈ પણ કોર મોબાઈલ ને ખૂબ જ વધારે સપોર્ટ કરી રહ્યા છે.

જ્યારે તેઓ કોર મોબાઈલ નું ઓપનિંગ કરવા માટે ગયા હતા ત્યારે, ખજૂર ભાઈ એ લોકોની સમક્ષ કરેલી ઇવેન્ટ ની અંદર એક પોતાની દિલની વાત પણ કરી હતી. અને ખજૂર ભાઈ એ કહ્યું હતું કે, જ્યારે ખજૂર ભાઈ એટલે કે હું, આ લાઈન ની અંદર આવ્યો ત્યારે આર્ટિસ્ટ તરીકે કોમેડી નું કામ શરૂ કર્યું હતું ત્યારે, હું જીગલી અને ખજુર નામ થી વીડિયો બનાવતો હતો. સમયે મારો ધંધો પાર્ટનરશીપમાં ચાલતો હતો.

તે સમયે ખજૂર ભાઈ એ જણાવ્યું હતું કે, પાર્ટનરશીપમાં મારી સાથે દગો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી મેં ફરી એક વખત નવી શરૂઆત કરી હતી અને ખજૂર ભાઈ ના નામની youtube ચેનલ બનાવી હતી. અને અત્યારે મારી ખજૂર ભાઈ ના નામની youtube ચેનલ 2.2 મિલિયન જેટલા સબસ્ક્રાઈબર છે. ના વિડીયો અને પણ ગુજરાતના લોકો ભરપૂર માત્રામાં સાથ સહકાર અને સપોર્ટ આપી રહ્યા છે.

તેમજ, તેનાથી પણ મોટી વાત તો એ છે કે હું આજના સમયમાં ગરીબોની મદદ કરી રહ્યો છું. ગરીબ લોકોના ઘર બનાવી રહ્યો છું. મને ખૂબ જ વધારે ગર્વ અનુભવાય છે. અને હું એવા લોકોને સપોર્ટ કરતા નથી કે છે ગરીબોની સેવા નથી કરતા. મિત્રો ખજૂર ભાઈ એ પોતાના દુઃખની વાત આ વીડિયોની અંદર જણાવી હતી. આ વીડિયોની અંદર ખજૂર ભાઈ એમ પણ કહ્યું હતું કે, આપણું ગુજરાત એવું છે ને કે, પાર્ટનરશીપમાં તમે ધંધો કરતા હોવ તો, તમને ઘણા દગા મળતા હોય. આ વસ્તુને ક્યારેય કોઈને કીધું નથી પરંતુ આજે હું કહું છું.

જ્યારે શરૂઆતમાં હું નાનું કામ કરતો અને જે વ્યક્તિની સાથે કામની શરૂઆત કરી. તેનાથી હું આગળ વધ્યો, અને તે જ વ્યક્તિ એ મારી સાથે ખોટું કર્યું હતું. મેં કહ્યું કાંઈ વાંધો નહીં. આઠ લાખ વાળી youtube ચેનલ હતી, ને કહ્યું કઈ વાંધો નહિ, તું કમાઈ લેજે. તો મિત્રો આ હતી ખજૂર ભાઈ ના દિલ ની વાત. આઠ લાખ વાળી સબસ્ક્રાઈબર વાળી youtube ચેનલ જીગલી અને ખજૂર તમને છોડી દીધી હતી અને ત્યાર પછી તેઓએ ફરી એક વખત નવી ખજૂર બનાવી, એકડે એક થી શરૂઆત કરી હતી.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM