વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ભજીયાની લારી ચલાવતા વ્યક્તિએ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું, અંતિમ ચિઠ્ઠીમાં એવું લખ્યું કે :- મારા પરિવારને હેરાન ના કરતા…..

વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ભજીયાની લારી ચલાવતા વ્યક્તિએ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું, અંતિમ ચિઠ્ઠીમાં એવું લખ્યું કે :- મારા પરિવારને હેરાન ના કરતા…..

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે ઊંચું વ્યાજ વસૂલનારા વ્યાજ કોરોની દાદાગીરી પણ ખૂબ જ વધી ગઈ છે અને અત્યાર સુધીમાં, વ્યાજખોરોના ત્રાસને કારણે ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તમે જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી 20 દિવસથી ગુજરાત રાજ્યની અંદર વડોદરા સુરત રાજકોટ અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર અનેક વ્યાજખોરો વિરુદ્ધ મની લોન્દ્રિંગ એક્ટ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

વ્યાજ કોરોના ત્રાસથી અત્યાર સુધીમાં ઘણા બધા હસતા ખેલતા પરિવાર વેરવિખેર થઈ ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક એવી ઘટના આજે આપણી સામે આવી રહી છે. આ ઘટનાની અંદર કલોલ નો એક પરિવાર વ્યાજખોરોની ચંગુલમાં આવીને પીસાઈ ગયો હતો. વિગતવાર વાત કરવામાં આવે તો કલોલના મોટા ઠાકોરવાસની અંદર રહેતા વિનોદભાઈ કાનજીભાઈ ઠાકોરે વ્યાજખોરોના ત્રાસથી એટલો બધો કંટાળી ગયો હતો કે તેમણે પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું હતું

વિનોદભાઈ કાનજીભાઈ ઠાકોર જેવો જૈન દેરાસર ની પાસે ના ટેકરા ની પાસે ભજીયાની લારી ચલાવીને પોતાના પરિવારનું જીવન ગુજરાત ચલાવતા હતા. વિનોદભાઈ વ્યાજખોરોની જમવા માં એવી રીતે ફસાઈ ગયા હતા કે તેમને ખ્યાલ જ રહ્યો નહોતો. છેવટે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વિનોદભાઈએ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકવી નાખ્યું હતું

તમામ વ્યાજખોરોના નામની એક તેમણે રકમ પણ લખી હતી અને એ ઉલ્લેખ પણ કર્યો હતો કે લીધેલા વ્યાજના પૈસા કરતાં પણ વધારે પૈસા આપી દીધા હોવા છતાં પણ પૈસાની માંગણી કરી રહ્યા હતા. વિનોદભાઈ ચિઠ્ઠી ની અંદર કોને કેટલા રૂપિયા આપવાના છે આને કોને કેટલા રૂપિયા આપ્યા છે તે વિગત લખ્યું છે

વ્યાજખોરના ત્રાસથી વિનોદભાઈ એટલી હદે કંટાઈ ગયા હતા કે આખરે તેમણે કેનાલની અંદર કૂદીને પોતાનું જીવન ટૂંકવી નાખ્યું હતું. તેઓએ પોતાની અંતિમ ચિઠ્ઠી ની અંદર ઘરનો મોબાઇલ નંબર પણ લખ્યો હતો અને અંતિમ ચિઠ્ઠી એક પ્લાસ્ટિકની થેલીમાં મૂકી હતી અને ત્યાર પછી કેનાલમાં કૂદી ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને અત્યારે કડી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM