યુવકે પોતાની જ પત્નીની કરી કરપીણ હત્યા.., પછી અજાણી જગ્યા પર ભોઈરામાં દાટી દીધી.., પોલીસે ખોદકામ કરતા મળ્યું એવું કે..

યુવકે પોતાની જ પત્નીની કરી કરપીણ હત્યા.., પછી અજાણી જગ્યા પર ભોઈરામાં દાટી દીધી.., પોલીસે ખોદકામ કરતા મળ્યું એવું કે..

જૂનાગઢની અંદર આવેલા વિસાવદર થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિસાવદર ની અંદર આવેલા પ્રેમપરા વિસ્તારની અંદર એક રુવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. ખરેખર આ અહીંના એક યુવકે તેની પત્નીની કરી હત્યા કરીને લાશને અજાણી જગ્યા ઉપર દાટી દીધી હતી. વાત કરીએ તો થોડા દિવસો પહેલા મૃત્યુ પામેલી યુવતીના પિતા દ્વારા, તેની દીકરીને મળવાની જીદ કરી હતી તેને કારણે આખી હત્યાનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ પોલીસે યુવતીના પતિ ની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી લીધી હતી.

તમને જણાવી દઈએ કે આરોપી, જીવરાજભાઈ જોગાભાઈ માથાસુરીયા એ પોલીસની સામે પોપટની જેમ બોલવા લાગ્યો હતો અને પોતાની પત્નીની હત્યા કરીને લાશને દાટી દીધા હોવાની કબૂલાત કરી લીધી હતી. પરંતુ જીવરાજભાઈ એ શા માટે પોતાની પત્નીની હત્યા કરી નાખી તે હવે તપાસ બાદ જ જાણવા મળશે. ખરેખર જીવરાજ એ જણાવેલ જગ્યા ઉપર લાશ ના અવશેષો મળ્યા હતા પરંતુ તે જગ્યા ઉપર હત્યા કરી છે કે નહીં તે હવે સવાલનો જવાબ મળ્યો નથી.

મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે વિસાવદર ની અંદર આવેલા પ્રેમપરા વિસ્તારની અંદર એક યુવકે અંદાજે બે મહિના પહેલા પોતાની જ પત્નીની કરી હત્યા કરી નાખી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. ખરેખર યુવતી ના પિતા દ્વારા દીકરી ને મળવાની જીદ કરી હતી અને તેને કારણે જીવરાજ નામ નો જમાઈ જવાબ આપતો નહોતો, અંતે યુવતીના પિતા દ્વારા વિસાવદર પોલીસ મથકની અંદર અડધી લખવામાં આવી હતી અને આંકડી પૂછપરછ કરતા જીવરાજ ભાગી ગયો હતો.

જીવરાજ એ પોતાના નિવેદન ની અંદર પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, પત્નીની હત્યા કર્યા પછી તેની લાશને વિસાવદર નજીક આવેલી રામપુરા ની અજાણી જગ્યા ઉપર જંગલી જાનવર ના ભોંયરામાં દાટી દીીધી હોવાનું કબુલ કર્યું હતું. ત્યારબાદ પોલીસ આરોપી પતિને તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર લઈ ગઈ હતી અને ખોદકામ કરતાં ત્યાંથી યુવતીના અવશેષો મળી આવ્યા હતા.

તેવામાં પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તમામ અવશેષોને એફ.એસ.એલ.ની ટીમ બોલાવીને નમૂના તપાસ માટે મોકલી દેવામાં આવ્યા હતા. અત્યારે પોલીસે આ જીવરાજ નામના યુવકે શા માટે પોતાની પત્નીની કરી હત્યા કરી નાખી છે તેનું કારણ શોધી રહી છે. તેમજ જે જગ્યાઓ પરથી યુવતીની લાશ ના અવશેષો મળી આવ્યા હતા તે જગ્યા ઉપર જ હત્યા થઇ છે કે નહીં તે પણ એક સવાલનો જવાબ મળવાનું બાકી છે

પોલીસની સામે જીવરાજ એ પોપટની જેમ જીવરાજે જણાવ્યું હતું કે તેની પત્નીનો સોમનાથના દરિયા માં ડૂબી જવાને કારણે મૃત્યુ થયું હતું પરંતુ પોલીસને તપાસ ની અંદર હત્યાનું સાચું કારણ સામે આવશે. ખરેખર અત્યારે પોલીસે જગ્યા ઉપર જઈને સ્થાનિક લોકોની મુલાકાત લઈને માહિતી મેળવી રહ્યા છે. તેમજ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM