ભાવનગરમાં જીતુભાઈ વાઘાણીએ, અનાથ દીકરીનું કન્યાદાન કરી ધામધૂમથી લગ્ન કરાવ્યાં.., કન્યાદાનમાં આપી એવી વસ્તુ કે…

ભાવનગરમાં જીતુભાઈ વાઘાણીએ, અનાથ દીકરીનું કન્યાદાન કરી ધામધૂમથી લગ્ન કરાવ્યાં.., કન્યાદાનમાં આપી એવી વસ્તુ કે…

જ્યારે કોઈ દીકરીના લગ્ન પ્રસંગ હોય ત્યારે તેના માતા-પિતા માટે ખૂબ જ ખુશી નો અને સોનેરી અવસર હોય છે. તેમજ દિકરીના લગ્નની ધામધૂમપૂર્વક માતા-પિતા દાદાને સમાજ દ્વારા તૈયાર કરવામાં આવતી હોય છે. તેમજ દિકરીના તમામ સપનાઓ અને દીકરીને કોઈ પણ જાતની ખોટ ન રહે તે માટે માતા-પિતા ખાસ કરીને ધ્યાન રાખતા હોય છે. પરંતુ સમાજની અંદર એવી પાંચ દિકરીઓ છે કે જેનું અત્યારે કોઈ નથી આને અનાથાશ્રમમાં અને આશ્રમશાળાઓમાં રહીને નાનપણથી મોટી થાય છે.

આવી દીકરીઓને સમાજની અંદર ભરપૂર માન-સન્માન મળે અને, માતા પિતા નો પ્રેમ પણ મળે તેમજ યોગ્ય સમયે લગ્ન કરીને સમાજની અંદર પોતાના નવા જીવનની શરૂઆત કરે તે માટે, રાજ્ય સરકારના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા તાપીબાઇ વિકાસ ગૃહ ની દીકરીઓના પાલક માતા પિતા બનીને દીકરી ની તમામ ફરજો અને પૂરી કરીને લગ્નની ઉંમર થતાં ધામધૂમ પૂર્વક લગ્ન કરાવીને કન્યાદાન કર્યું હતું

સમાજના આવા સુંદર કાર્ય ની અંદર જીતુભાઈ ના મોટા ભાઈ પણ કોઈ કસર છોડી નથી. ધીરુભાઈના મોટાભાઈ એવા ડૉ, ગીરીશભાઈ વાઘાણી એ તાપીબાઇ વિકાસ ગૃહ ની અન્ય એક દીકરી ના માતા પિતા તરીકેની તમામ ફરજો બજાવીને કન્યાદાન કર્યું હતું. આમ જીતુભાઈ અને તેમના ભાઈ ગિરીશભાઈએ સમાજની અંદર એક સુંદર કાર્ય કરીને એક અનોખું પગલું ભર્યું હતું અને સમાજમાં નવો રાહ ચિંધ્યો હતો.

આવા સુંદર પ્રસંગને દીપ આવવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર તેમજ મેયર શ્રી પણ વિશેષરૂપે ભાવનગર ની અંદર ખાસ રીતે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર ના મંત્રી એ મંત્રી પદની ગરિમા છોડીને, દીકરીના માતા-પિતા ની જે કોઇ ફરજ હોય તે તમામ ફરજ ને પૂરી પાડીને લગ્નના માંડવે આવેલા સાજનની આપતા સ્વાગતા કરી ને દીકરીને તમામ જરૂરિયાતોને પૂરી થાય તેનો ખ્યાલ રાખીને ધામધૂમ પૂર્વક લગ્ન કરવામાં આવ્યા હતા.

સરકારના શિક્ષણ મંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને જીતુભાઇ વાઘાણીએ તાપીબાઇ વિકાસ ગ્રહ ની બંને દીકરીઓ એટલે કે પૂનમ અને ગુંજન ના ખુબજ ધામધુમથી હવે લગ્ન પ્રસંગનું આયોજન કરીને કન્યાદાન કરીને ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. ભાવનગર શહેરની અંદર આવેલા વિદ્યાનગર ખાતે તાપીબાઇ વિકાસ ગૃહ ૧૯૬૨ થી કાર્યરત છે. તેમજ ત્યાં આ દીકરીઓ ની તમામ સારસંભાળ રાખવાની સાથે શિક્ષણ અને સમાજમાં પુનઃ સ્થાપન કામ વર્ષોથી કરવામાં આવે છે.

ભાવનગર ની અંદર વર્ષોથી ચાલતી તાપીબાઇ વિકાસ ગૃહ સંસ્થા અત્યાર સુધીમાં 125થી વધારે દીકરીઓના લગ્ન કરાવી ચૂકી છે. આ સંસ્થાના બે અનાથ દીકરી પૂનમ અને ગુંજન ના લગ્નનો સારો સમય આવ્યો ત્યારે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને તેમના ભાઈ ડોક્ટર ગિરીશ ભાઇ વાઘાણીએ પોતાની દીકરી માની ને દીકરીઓના મંડપ અને પૂજા વિધિ તેમ જ ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. માંથી માહિતી પ્રમાણે રાત્રિના સમયે દાંડીયારાસ નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

દીકરીના આ ભવ્ય લગ્ન પ્રસંગે આખી સંસ્થાને ભવ્ય રીતે શણગારવામાં આવી હતી અને વાકાણી પરિવાર માં એવો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો કે જાણે પોતાની જ દીકરી ને પરણાવી હોઈ. સમગ્ર વાઘાણી પરિવાર ના તમામ સભ્યો આ ખાસ લગ્ન પ્રસંગમાં હાજર રહ્યા હતા. ભાવનગર ની અંદર એકજ અઠવાડિયાની અંદર આ પ્રકારનો એક બીજો પ્રસંગ છે. સમગ્ર વાઘાણી પરિવાર ના તમામ લોકો આ ખાસ લગ્ન પ્રસંગે અંદર રંગેચંગે સામેલ થયા હતા.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM