લગ્નના બીજા જ દિવસે, પત્નીના પ્રેમીએ ઘરે આવીને પતિ ની ઉપર ઉપરા ઉપરી છરીના 5ઘા ઝીંકી પતાવી નાખ્યો…, કારણ જાણીને લાગશે આંચકો..

લગ્નના બીજા જ દિવસે, પત્નીના પ્રેમીએ ઘરે આવીને પતિ ની ઉપર ઉપરા ઉપરી છરીના 5ઘા ઝીંકી પતાવી નાખ્યો…, કારણ જાણીને લાગશે આંચકો..

આજે દિવસે ને દિવસે પારિવારિક ઝઘડાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. ઘણી વખત પતિ પત્ની અને વો ના કિસ્સાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે. અનૈતિક પતિ પત્નીના સંબંધને કારણે ઘણી વખત હત્યા જેવી પણ ઘટનાઓ બનતી હોય છે. આપણી સામે એક હૈયુ કંપાવી ઊઠે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના જસદણ ની અંદર આવેલા નવા ગામની અંદર રહેતા કમલેશભાઈ મોહનભાઈ ચાવડાની સાથે બની હતી

આખી ઘટનાની વિશે વાત કરવામાં આવે તો, કમલેશભાઈ મોહનભાઈ ચાવડા જે જસદણ તાલુકાની અંદર આવેલા નવા ગામની અંદર રહેતા હતા. 15 ઓગસ્ટના રોજ વડીયા ગામની કોમલની સાથે કમલેશભાઈ ના લગ્ન થયા હતા. કમલેશ ને શું ખબર હતી કે તેની પત્ની કોમલ ને બીજા યુવકની સાથે પ્રેમ સંબંધ છે. પ્રેમિકા કોમલ ના લગ્ન થતા ની સાથે જ, કોમલ નો પ્રેમી યશવંત મહેશભાઈ મકવાણા ને ખૂબ જ વધારે ગુસ્સો આવ્યો હતો અને તેને રાત્રિના સમયે કમલેશના ઘરમાં ઘૂસીને છરીના પાંચ ઘા જીકી દીધા હતા.

આ ઘટના વિશે વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો, આ ઘટનાની માહિતી મળતાની સાથે પોલીસ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે હાજર થઈ ગઈ હતી. કમલેશના મૃતદેહ ને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પરિવારના લોકોએ પણ આરોપી ના પકડાય ત્યાં સુધી મૃતદેહ ને સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે.

તેના કારણે પોલીસ બેડા ની અંદર ભાડે દોડધામ મચી ગઈ છે. જસદણ સિવિલ હોસ્પિટલ ની અંદર મૃત્યુ પામેલા યુવકના પરિવારના લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉલટી પડ્યા છે. મૃત્યુ પામેલા કમલેશના લગ્ન કોમલની સાથે બીજા લગ્ન હતા. પહેલી પત્નીને છૂટાછેડા આપીને કોમલની સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ કમલેશ ને ક્યાં ખબર હતી કે કોમલને પણ બીજા યુવકની સાથે ગાઢ પ્રેમ સંબંધ છે. કમલેશના ભાઈ વિનોદભાઈએ આટકોટ પોલીસ સ્ટેશનની અંદર આરોપી યશવંત બિરુદ્ધ હત્યા ની ફરિયાદ નોંધાવી છે

પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી, અને યશવંત વિરોધ આઇપીસી કલમ 302 તેમાં 447 અને એટ્રોસિટી કલમ 3 (૨)(૫) તથા જીપીએફ કલમ 135 મુજબ ગુનો દાખલ કરીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. ફરિયાદ ની અંદર જણાવવામાં આવ્યું છે કે, વડીયા ગામની અંદર રહેતી કોમલ ને તેના પોતાના જ ગામના યશવંતની સાથે ગાઢ પ્રેમ સંબંધ બંધાયો હતો. લગ્ન પછી તરત જ યશવંતની સાથે રહેવા માટે જતી રહી હતી

થોડા દિવસો પહેલા જ કોમલ ફરી એક વખત પોતાના માતા પિતાની પાસે પાછી આવી હતી. ત્યાર પછી નવાગામ ની અંદર જ્ઞાતિના એક યુવા કમલેશની સાથે કોમલના 15 ઓગસ્ટના રોજ લગ્ન કરવામાં આવ્યા હતા. કમલેશના પણ આ બીજા લગ્ન હતા. કમલેશ ની સાથે પ્રેમિકા કોમલ એ પણ લગ્ન કરતા પ્રેમી યશવંતને ખૂબ જ વધારે ખાર ચડ્યો હતો અને રાત્રિના સમયે યશવંત નામનો પ્રેમી, કમલેશ ના ઘરે આવીને તેની ઉપર છડીના પાંચ ઘા મારી દીધા હતા

આથી કમલેશનો ત્યાં ને ત્યાં મૃત્યુ થયું હતું અને મૃતદેહને પોસ્ટ માટે તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા ખસેડવામાં આવ્યો હતો. કમલેશ ના લગ્ન અગાઉ થયા હતા અને સંતાની અંદર પાંચ વર્ષની દીકરી પણ છે તેમજ વડીયા ગામની અંદર તેની જ જ્ઞાતિની અને નજીકના સંબંધી ની દીકરી કોમલની સાથે કમલેશ ની આંખ મળી ગઈ હતી અને બંનેને સાથે રહેવું હોય તેનાથી પહેલી પત્નીને છૂટાછેડા આપીને 15 ઓગસ્ટના રોજ લગ્ન કર્યા હતા.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM