ગુજરાતની ફેમસ જલારામ ચીક્કી જોવો કેવી રીતે બનાવવામાં આવે છે.., જોવો આ ફેક્ટરી ના ફોટાઓ..

ગુજરાતની ફેમસ જલારામ ચીક્કી જોવો કેવી રીતે બનાવવામાં આવે છે.., જોવો આ ફેક્ટરી ના ફોટાઓ..

ઉતરાયણનો તહેવાર આવતાની સાથે લોકો ચીકી, તલસાંકળી અને બીજી અવનવી વાનગીઓ ખાવા નું ખુબ જ પસંદ કરે છે. તેવામાં ચીકી નું નામ સાંભળતા સૌ કોઈ લોકો ને જલારામની ચિકી ખૂબ જ યાદ આવે છે. દરેક ગુજરાતીઓ એ જલારામ ની ફેમસ ચીકી ખાધી જ હશે. લોકોને દાઢે ચોંટેલી ચીકી કેવી રીતે બને છે તમે ક્યારે જાઓ છો. ??. શું તમે ક્યારેય કેટરીના ના ફોટા જોયા છે??, કેમ આજે અમે તમને પહેલી વખત જલારામ ચીકી ની ફેક્ટરી અંદર ના ફોટાઓ દેખાડવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે જલારામ ચીકી ના માલિક નું નામ મનોજભાઈ ચોટાઈ છે. જેમણે ખાનગી વેબસાઈટ ની ટીમને, ચીકી બનાવવાની આખી પ્રોસેસ બતાવી હતી. તેમણે તેમની ફેક્ટરીમાં કઈ રીતે ચીકી તૈયાર થાય છે તે દરેક વસ્તુની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમારે ત્યાં દસ જુદા જુદા સ્ટેપ માંથી ચિકિ તૈયાર થાય છે. તેવામાં અત્યાર સુધી દેશી પદ્ધતિથી જ ચીકી બનાવતા આવીએ છીએ. જેને કારણે ઘણા લોકોને વર્ષોથી એક જેવો જ ટેસ્ટ આવી રહ્યો છે.

આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે જલારામ ચીકી કઈ રીતે બનાવવામાં આવે છે. જલારામ ચીકી ના માલિક મનોજભાઈ ચોટાઈ એ આખી ચીકી બનાવવાની પ્રોસેસ બતાવી છે. તેમણે સૌપ્રથમ જણાવ્યું હતું કે, ચીકી બનાવવા માટે સૌપ્રથમ શેકેલી સીંગને શેકવા માટે એક મશીન માં નાખવા માં આવે છે. ત્યારબાદ તે શીંગ ને ઉપરથી ફોતરી ઉપાડી લેવામાં આવે છે.

ત્યારબાદ મનોજભાઈ જણાવ્યું હતું કે, ગરમ પાણીમાં કઠણ ગોળ ને ઓળખવામાં આવે છે અને ચાસણી બને ત્યાં સુધી ગોળને ગરમ કરવામાં આવે છે. જેનાથી સરખી રીતે ચાસણી બની જાય. પછી ગોળી ની ચાસણી બની ગયા પછી તેને ધીમે ધીમે ધીમે સીંગદાણા તેમાં મિક્સ કરવામાં આવે છે.

સીંગદાણાને મિક્સ કર્યા પછી, ચીકી ને વેલણ દ્વારા ભાર આપીને ચીકી ને વણવામાં આવે છે. ત્યારબાદ ચીકી નો એક સરખું પડ બનાવી લેવામાં આવે છે. જ્યાં સુધી ચીકી નું એક સરખુ પડ તૈયાર ન થાય ત્યાં સુધી, તે ચીકી ને વેલણ દ્વારા વણવા માં આવે છે. થોડા સમય પછી લોખંડની દાય વડે આ ચીકી ને એક સરખા ભાગમાં કટિંગ કરવામાં આવે છે.

કટીંગ કર્યા પછી આ ચીકી ના પડ ને ઠંડું પાડવામાં આવે છે. આ પછી ઠંડી થયેલી ચીકી ને ભેગી કરી દેવામાં આવે છે, આ ચીકી ને જુદી જુદી સાઇઝ પ્રમાણે અલગ અલગ રીતે ભરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પાઉચ ની અંદર પેક કરાયેલી ચીકી નું વજન કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ચીકી ના પેકેટ પર જે દિવસે બનાવવામાં આવી હોય કે દિવસ ની તારીખ અને બેચ નમ્બર લખવામાં આવે છે. ત્યારબાદ પેકેટનું સીલીંગ થયા પછી બોક્સમાં ભરવામાં આવે છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM