ઓછી મહેનતે, ગમે તેવું “ગંદુ કુકર” ખાલી 5 મિનીટમાં આ રીતે કરો સાફ.., કુકર એક દમ નવા જેવું થઇ જશે…

ઓછી મહેનતે, ગમે તેવું “ગંદુ કુકર” ખાલી 5 મિનીટમાં આ રીતે કરો સાફ.., કુકર એક દમ નવા જેવું થઇ જશે…

આપણા રોજિંદા જીવનમાં ભોજન બનાવવા માટે સામાન્ય રીતે રસોડાની અંદર ઘણા બધા પ્રકારના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને સ્ટીલ તેમજ કાચ અને પિત્તળ તેમજ એલ્યુમિનિયમના વાસણો મોટાભાગે સમાવેશ થાય છે. ખાસ કરીને આજના સમયમાં, મોટાભાગના રસોડાની અંદર સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલના વાસણોનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. આજના સમયમાં ખૂબ જ જાગૃત બની ગયા છે.

સ્ટીલના વાસણોનો પણ ખુબ જ સરસ આકર્ષક અને ટકાઉ હોય છે, જેને પરિણામે રસોડાની અંદર સ્ટીલના વાસણોનો ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે. વાત કરીએ તો, રસોડાની અંદર અત્યારના સમયમાં, મોટાભાગે સ્ટાન્ડર્ડ સ્ટીલ વાસણ અને સ્ટીલના પ્રેશર કુકર નો ખૂબ વધારે માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. સ્ટીલના પ્રેશર કુકર વાપરવા માં એક મુશ્કેલી એ છે કે, એક વખત તેનો ઉપયોગ કર્યા પછી કાળા થઈ જાય છે અને તેને સાફ કરવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે

આવા કાળા થયેલા પ્રેશર કુકર ને, નિયમિત રીતે રસોડામાં ઉપયોગ કરવા માટે, સંપૂર્ણપણે કાળો ભાગ દૂર કરવા માટે લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. પરંતુ આવા હઠીલા ડાઘને કેવી રીતે દૂર કરવા તે પણ શીખવું ખૂબ જરુરી છે. જ્યારે પ્રેશર કુકર ને જરૂર સમયે કાળજી લેવામાં ન આવે ત્યારે તેની ચમક ખૂબ જ જલ્દી ચાલી જાય છે. તેમજ વિવિધ પ્રકારના વાસણોનો સાફ કરવા માટે વિવિધ અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ હોય છે

આજે અમે તમને આ લેખ ની અંદર પ્રેશર કુકર ને તમે કેવી રીતે સરળતાથી સાફ કરી શકો છો તેના વિશે ઘણી બધી સરળ ટિપ્સ જણાવીશું…, જેના મદદથી તમે તમારા કૂકરને સરળતાથી સાફ કરી શકો છો. મોટાભાગના રસોડાની અંદર રસોઈ બનાવતી વખતે પ્રેસર કુકર નું તળિયું કાળો થઈ જતું હોય છે. પરંતુ જ્યારે તમે રસોઈ બનાવવાનું શરૂ કરો છો ત્યારે પ્રેસર કુકર ની અંદર થોડી આમલી નાંખો તેનાથી તમારા પ્રેશર કુકર નું તળિયું ક્યારેય પણ કારણ થશે નહિં.

મહિલાઓને ખાસ જણાવી દઈએ કે, જ્યારે તમે પ્રેશર કૂકરની ખરીદી કરો છો ત્યારે, તમારે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે નીચેનો ભાગ કોપર અથવા તો એલ્યુમિનિયમ નો બનેલો હોય. કેવી રીતે બનેલું પ્રેશર કુકર ઝડપથી કાળુ પડતું નથી. જો તમારા ઘરની અંદર રહેલું પ્રેશર કુકર થોડું દાઝી ગયું હોય અને ભૂરા રંગનું થઈ ગયું હોય તો, ઉકળતા પાણીની અંદર થોડું મીઠું ઉમેરીને થોડીવાર રહેવા દો, ત્યાર પછી તેને સારી રીતે સાફ કરી નાખો અને અંદરની બધી ગંદકી દૂર થઈ જશે

જો પ્રેશર કુકર ની અંદર નું તળિયું કાળો થઈ ગયો હોય તો તેની અંદર ખાવાનો સોડા થી સાફ કરી નાખો, કાળાશ દૂર ન થાય તો, તેની સાથે વધારે પ્રમાણમાં ખાવાનો સોડા નાંખવો અને થોડું પાણી નાખીને પેસ્ટ બનાવી નાખો. હવે આ પેસ્ટને સૂકા કપડા ની મદદથી તારી ઉપર ઘસી નાખો અને સારી રીતે ધોઈ લો અને નવા જેવું થઈ જશે.

ભોજન બનાવ્યા પછી તમારા પ્રેશર કુકર ની અંદર થોડીક વધારે ગંદકી હોય તો, તેની અંદર થોડું વિનેગર અને લીંબુનો રસ નાખો અને નવશેકા પાણીની અંદર પલાળી ને રાખો, જેમાં પ્રેશર કૂકરની સારી રીતે દરેક ગંદકી દૂર થઈ જશે, કુકર ની અંદર પડેલા ડાઘને દૂર કરવા માટે, એક ચમચી વોશિંગ પાવડર અને તેની અંદર લીંબુ નાખીને થોડું પાણી નાખીને થોડીવાર ઉકાળી નાખો, તેનાથી તમારો પ્રેશર કુકર ખૂબ જ સારી રીતે ચમકવા લાગશે

તમારા પ્રેશર કુકર ને વધુ પડતો ચમકદાર બનાવવા માટે સ્વચ્છ કપડાંથી સારી રીતે પોલીસ લગાવો અને વાસણ પર પણ પોલીસ લગાવવાથી સરખી રીતે ચમકવા લાગશે. ખાસ કરીને પ્લાસ્ટિકના અને સોફ્ટ કપડાંથી પ્રેશર કુકર ના બહારના નિશાનને દૂર કરી શકો છો. આ ઉપરાંત ડુંગળીનો રસ અને વિનેગર ને સરખી માત્રામાં મિક્સ કરીને પ્રેસર કુકર ની અંદર સારી રીતે લગાવી રાખો, તેમજ અંદર અને બહાર આ પ્રકારનો રસ લગાવી ને સરખી રીતે સાફ સફાઈ કરો અને, થોડા સમય પછી તેને સરખી રીતે ધોઈ નાખો એટલે તડકા ની અંદર રાખો તેનાથી તમારા ઉપરના ડાઘ દૂર થઈ જશે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM