જાણો ડૉ. એપીજે અબ્દુલ કલામની સંપત્તિ કેટલી હતી ??, જાણીને વિશ્વાસ નહિ આવે..

0
253

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ વિશે આજે દરેક વ્યક્તિ જાણે છે. તેઓની સાદગીથી લઈને તેમનો બાળકો પ્રત્યેનો પ્રેમ અકબંધ હતો. તમને જણાવી દઈએ કે ડો. એપીજે અબ્દુલ કલામ નો જન્મ 15 ઓક્ટોબર, 1931 ના રોજ રામેશ્વરમ ખાતે થયો હતો.

ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ની સંપત્તિને લઈને થોડોક સમય પહેલા તેમના સંબંધીઓ વચ્ચે લડાઈ થઇ હોવાની વાત સામે આવી હતી, જોકે પાછળથી જાણવા મળ્યું હતું કે એપીજે અબ્દુલ કલામ સાહેબની સંપત્તિ ના બરાબર હતી. જેના લીધે તેમની વચ્ચે વિવાદ થવો નકામો હતો.

હા, એપીજે અબ્દુલ કલામની સંપત્તિ ના બરાબર હતી. તેઓ પાસે એવું કઈ નહોતું, જેના ભાગ પડી શકે. હા, તેમની પાસે ફક્ત જીવન જરૂરિયાત ની જ સંપત્તિ હતી. તેઓ કોઈ ભૌતિક ચીજ ધરાવતા નહોતા. તેઓ ફક્ત જીવન નિર્વાહ થઇ શકે એટલી જ વસ્તુઓની માલિકી ધરાવતા હતા.

એક અહેવાલ અનુસાર ડોકટર એપીજે અબ્દુલ કલામ પાસે સંપત્તિ કહી શકાય એવી કોઈ વસ્તુ નહોતી. તેમની પાસે ફક્ત 2500 પુસ્તકો, એક રીસ્ટ વોચ, છ શર્ટ, ચાર પાયજામા, ત્રણ શૂટ અને મોજાની કેટલીક જોડીઓ હતી. આ સિવાય તેમની પાસે ન તો કોઈ સંપત્તિ હતી, ના એસી, ફ્રીઝ, ગાડી, ટીવી જેવી કોઈ ભૌતિક વસ્તુઓ પણ નહોતી.

અબ્દુલ કલામ એકદમ સાદગીમાં માનતા હતા. તેઓ પાસે કમાણીનો મુખ્ય સ્ત્રોત રોયલ્ટી હતી. જે તેમના દ્વારા લખેલા ચાર પુસ્તકો દ્વારા મળી હતી. આ સાથે તેઓને પેન્શન પણ મળતું હતું. જેનાથી તેમનો જીવન નિર્વાહ થતો હતો.

આજે અબ્દુલ કલામ ને આખો દેશ યાદ કરે છે. તેઓને વિજ્ઞાન ક્ષેત્રમાં પણ અભૂતપૂર્વ ફાળો આપ્યો છે. તેઓએ જે પણ કાર્ય કર્યા તે દેશના હિત માટે હતા. આજે આખો દેશ તેમને ભાવપૂર્ણ નમન કરે છે.