બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા એવો દર્દનાક અકસ્માત સર્જાયો કે… 4 યુવકોના કમકમાટીભર્યા મોત…

બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા એવો દર્દનાક અકસ્માત સર્જાયો કે… 4 યુવકોના કમકમાટીભર્યા મોત…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે બે-ત્રણ દિવસ પહેલા બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રોડવેઝ બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ચાર યુવકોના મોત થયા છે.

જ્યારે બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગયો હતો.

આ અકસ્માતની ઘટના જયપુર-ગંગાપુર સ્ટેટ હાઇવે 11HB પર સોમવારના રોજ બપોરના સમયે લગભગ 12:30 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.

અકસ્માત આટલો ભયંકર હતો કે નજરે જોનાર લોકોના રુવાડા બેઠા થઈ ગયા હતા.મળતી માહિતી અનુસાર બસે કારને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ચાર યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

જ્યારે બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.આ અકસ્માતની ઘટનામાં 20 વર્ષના હરિ મોહન, 20 વર્ષના વિક્રમ, 22 વર્ષના મનિરાજ અને 34 વર્ષના સુરેશ નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM