ગુજરાતનો એક જિલ્લો એવો છે કે, જ્યાં દરેક ઘરની ઘડિયાળ ઊંધી ચાલે છે..!, કારણ જાણીને મગજમાં તમ્મર ચડી જશે…

ગુજરાતનો એક જિલ્લો એવો છે કે, જ્યાં દરેક ઘરની ઘડિયાળ ઊંધી ચાલે છે..!, કારણ જાણીને મગજમાં તમ્મર ચડી જશે…

એક સમય એવો હતો કે જ્યારે સમય જોવા માટે સૂર્ય નો ઉપયોગ થતો હતો. ત્યાર પછી ધીરે ધીરે સમય બતાવતી ઘડિયાળ નો એક જમાનો આવ્યો. તમે જાતજાતની અને ઘણા જુના ઘરોની અંદર અલગ અલગ પ્રકારની એન્ટીક ઘડિયાળો દીવાલ ઉપર લગાવેલી જોવા મળી હશે. બદલાતા સમયની સાથે ટ્રેન પણ બદલાયો હતો અને ટેકનોલોજી અને મોબાઈલના યુગમાં દિવાલો ઉપર લગાવવામાં આવતી એન્ટિક ઘડિયાળો હવે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે.

ગુજરાતના એક જિલ્લો એવો છે કે, જેણે ઘડિયાળની સાથે સાથે પોતાની અનોખી ઓળખ પણ હજુ પણ સાચવી રાખી છે. જ્યાં ઘડિયાળના કાંટા સીધા નહીં પરંતુ ગુંદા ફરી રહ્યા છે. જ્યાં આજે પણ દરેક ઘરની અંદર ઉંધી ઘડિયાળ જોવા મળે છે. અને આવી ઘડિયાળની પાછળ પણ એક અલગ પ્રકારની રોચક કહાની છુપાયેલી છે. તો ચાલો આવા અનેક રોચક સવાલોના જવાબ જાણીએ

ગુજરાતની આદિવાસી પ્રજાતિના લોકો ઘણા વર્ષોથી ઊંધી ઘડિયાળ વાપરી રહ્યા છે. તો ચાલો જાણીએ આ ઊંધી ઘડિયાળની રસપ્રદ કહાની, આદિવાસી પ્રજાતિની વિશે હંમેશા રસપ્રદ રીવાજો અથવા તો પ્રથા સાંભળવા મળતી હોય છે. દરેક પ્રજાતિની પોતાની માન્યતા અલગ અલગ પ્રકારના રેતી રિવાજ હોય છે અને તે બીજાથી તદ્દન અલગ હોય છે. બધી આદિવાસી પ્રજાતિઓમાં એક સામ્યતા જોવા મળે છે કે તે પ્રકૃતિની સાથે હંમેશા જોડાયેલા હોય છે. આ પ્રકૃતિએ જ ઉંધી ઘડિયાળ નો વિચાર આપ્યો હતો.

ગુજરાતની અંદર આવેલા દાહોદ જિલ્લાની અંદર આ પ્રકારની ઊંધી ઘડિયાળનું ચલણ દિવસે ને દિવસે ખૂબ જ વધી રહ્યું છે. અહીંના દરેક ગામની અંદર ખરેખર તમને આ પ્રકારની ઘડિયાળ દિવાલ ઉપર જોવા મળશે. ખાસ કરીને આદિવાસી સમુદાયમાં આ ઘડિયાળ તેમની સંસ્કૃતિનો પ્રતીક દર્શાવે છે.

આદિવાસી સમાજના નૃત્ય તેમજ તેની પરંપરા અને રહેણી કહેણી તેમજ વીતી રિવાજો અન્ય સમાજ કરતા ખૂબ જ અલગ છે અને અનોખા છે. આ રીતે જ એન્ટીક ઘડિયાળો પણ આદિવાસી સમાજનું એક અનોખું પ્રતીક્ષા અને હવે અન્ય લોકો પણ અપનાવી રહ્યા છે. ગુજરાતની અંદર આવેલા દાહોદ જિલ્લામાં વસ્તી આદિવાસી જાતિના અમુક લોકોએ બનાવેલી આ ઊંધી ઘડિયાળ હવે ખૂબ જ ચર્ચામાં આવી છે

તેઓનું માનવું છે કે પ્રકૃતિ એન્ટી ક્લોક વાઇસ કામ કરે છે. સુર્યા એન્ટી ક્લોક વાઇસ ઉગે છે અને આથમે છે. એની અંદર ઉદ્ભવતા ભમ્મર એન્ટી ક્લોક વાઈઝ ભ્રમણ કરે છે. પૃથ્વી પણ એન્ટી ક્લોક વાઇસ ભ્રમણ કરી રહી છે અને આ નિયમ પ્રમાણે તેમની સંસ્કૃતિ પણ કામ કરી રહી છે. આદિવાસી સમાજ ના લગ્ન પ્રસંગે પહેલા પણ એન્ટી કલોક વાઇસ દિશામાં જ ફેરવવામાં આવે છે તેમજ મૃત્યુ પછીની અંતિમ ક્રિયા ની વિધિમાં પણ એન્ટી ક્લોકવાઈઝ દિશામાં જ ધ્યાન રાખવામાં આવે છે

તમને જણાવી દઈએ કે, આ ઘડિયાળ બનાવવા પાછળનું કારણ જાણીએ તો, આદિવાસી સમાજને તેની સંસ્કૃતિની સાથે જોડી રાખવાના વિચારથી આ ઘડિયાળ બનાવવામાં આવી છે તેમજ તેઓ નું માનવું છે કે ઘડિયાળ જોઈને લોકોને સતત ધ્યાન રહેશે કે તેમની સાચી સંસ્કૃતિ શું છે અને આ સંસ્કૃતિ લુપ્ત ના થાય, તે માટે આ ઘડિયાળનું ઉત્પાદન શરૂ કરાયું છે . પાંચ વર્ષ પહેલા આ સમાજના અમુક આગેવાનોએ આ ઘડિયાળ બનાવવાની શરૂઆત કરી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં અંદાજે 1.5 લાખથી પણ વધારે ઘડિયાળ વેચાઈ ચૂકી છે

ગુજરાત મે નહી પરંતુ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છતીસગઢ અને ઝારખંડના આદિવાસી સમુદાયના લોકોની અંદર ઉલટી ઘડિયાળ એક જન આંદોલન બની ચૂક્યું છે. આ ઘડિયાળની ખરી શરૂઆત ક્યારથી થઈ તે કહેવું ખૂબ જ વધારે મુશ્કેલ છે. ગુજરાતના દાહોદ જિલ્લાની અંદર આ ઘડિયાળની બોલબાલા સૌથી વધારે છે. એકદમ સામાન્ય ભાવ 250 રૂપિયાથી 300 રૂપિયાની અંદર મળતી આ ઘડિયાળ અત્યારે લોકોની અંદર આકર્ષણનું કેન્દ્ર બની છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM