દુકાને જવું છું તેમ કહીને ઘરેથી નીકળેલા યુવકને રસ્તામાં એવું દર્દનાક મોત મળ્યું કે… પરિવારના સભ્યો રડી રડીને અડધા થઈ ગયા…

ગુજરાત સહિત દેશભરના વિવિધ વિસ્તારોમાં અકસ્માતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં અજાણ્યા વાહનની ટક્કરના કારણે એક યુવકનું મોત થયું છે. ટક્કર એટલી જોરદાર હતી કે, યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા યુવકના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.
અકસ્માતની ઘટના પલવલમાં નેશનલ હાઈવે-19 પર બની હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ કૃષ્ણ હતું. કૃષ્ણ એક ઇલેક્ટ્રીકની દુકાને ચલાવતો હતો. દરરોજની જેમ તે સવારે દુકાન પર ગયો હતો અને સાંજના સમયે તે દુકાન બંધ કરીને ઘરે આવી રહ્યો હતો.
ઘરે આવ્યા બાદ તે પરિવારના સભ્યો સાથે જમ્યો હતો. પછી દુકાને જવાનું કહીને તે ઘરેથી નીકળી ગયો હતો. સવાર થઈ ગઈ છતાં પણ તે ઘરે આવ્યો નહીં એટલે પરિવારજનો એ તેને ફોન કર્યો હતો. ત્યારે એક પોલીસ કર્મચારીએ ફોન ઉપાડ્યો હતો અને અકસ્માતની જાણ પરિવારજનોને આપી હતી.
ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા. અહીં દીકરાનું મૃતદે જોઈને પરિવારના સભ્યોએ હૈયાફાટ રુદન કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર અજાણ્યા વાહન યુવકને જોરદાર ટક્કર લગાવી હતી. આ કારણોસર તેનું મોત થયું હતું. હાલમાં તો પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.