મમ્મીને કહ્યું :- “હું ગરબા રમવા જાવ છું.” કહીને ઘરેથી નીકળેલી જુવાન દીકરીની બીજા દિવસે સવારે લાશ ઘરે આવતા માતા-પિતા તેને ત્યાં જ ઢળી પડ્યા.., જાણો આખી ઘટના.

મમ્મીને કહ્યું :- “હું ગરબા રમવા જાવ છું.” કહીને ઘરેથી નીકળેલી જુવાન દીકરીની બીજા દિવસે સવારે લાશ ઘરે આવતા માતા-પિતા તેને ત્યાં જ ઢળી પડ્યા.., જાણો આખી ઘટના.

અત્યારે પવિત્ર માતાજીનો તહેવાર ચાલી રહ્યો છે અને નવરાત્રીના તહેવારની અંદર લોકો મન મૂકીને ગરબે રમે છે અને ઘણા બધા લોકો ગરબા નો અનોખો શોખ પણ ધરાવતા હોય છે. નવરાત્રી આવે અને ગરબા ના તાલે મોટાભાગના લોકો ગરબા રમીને પોતાનો શોખ પૂરો કરતા હોય છે

ગરબા નું સાઉન્ડ વાગતા ની સાથે જ લોકોના પગ થનગનાટ કરવા લાગતા હોય છે અને ગરબા રમતી વખતે કેટલીક સાવચેતી રાખવી પણ જરૂરી છે. આ પ્રકારની જે ઘટના મધ્યપ્રદેશની અંદર આવેલા ઇન્દોર જિલ્લાની અંદર આવેલા ભવરકુવા વિસ્તારમાં સામે આવી છે. જ્યાં જુવાન દીકરીના માતા પિતા માટે આ દુઃખની ઘડીને સહન કરવી ખૂબ જ અઘરી બની ગઈ હતી

જીત નગર સોસાયટી ની અંદર આવેલા અંબારામભાઈ અને તેનો પરિવાર રહે છે તેમજ પરિવારની અંદર તેમનો દીકરો અને તેમની 21 વર્ષની દીકરી શાંતિ અને તેના પત્ની નો સમાવેશ થાય છે. તેમજ ઘરની બાજુમાં આવેલા પીપળીયા રાવની વાડી ની અંદર ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબારામભાઈ ની દીકરી શાંતિ ને ગરબા રમવાનો ખુબ જ શોખ હતો અને રાત્રિના સમયે સંપૂર્ણ તૈયારી કર્યા પછી તેની મમ્મીને કહ્યું હતું કે,

હું ગરબા રમવા માટે મેદાનમાં જાઉં છું. આવું કહીને ઘરેથી નીકળેલી દીકરી લાંબા સમય સુધી ઘરે પાછી ન આવતા પરિવારના લોકોને ખૂબ જ વધારે ચિંતા થવા લાગી હતી અને દીકરીને શું થયું હશે તે વિશે વિચારવા મજબૂર બન્યા હતા. તેઓએ આ મેદાની અંદર ચક્કર લગાવ્યા હતા અને દીકરીના પિતા અંબારામભાઈએ જણાવ્યું હતું કે.

તેમની દીકરી ગરબે રમતા રમતા અચાનકડી પડી હતી અને ગરબા ના તાલે ઘુમતા હતા તે સમયે શાંતિને અચાનક કંઈક થઈ ગયું હતું અને ઢળી પડી હતી. લાંબા સમય સુધી પાણી પણ તેમણે પીધું નહોતું. આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે ગરબા રમતી વખતે ખૂબ જ ગરમી થાય છે અને ગભરામણને કારણે ઘણી વખત માણસની સાથે અજુગતી ઘટના બનતી હોય છે.

જ્યારે તે ઢળી પડી ત્યારે સૌ કોઈ લોકોને લાગ્યું હતું કે તેને ચક્કર આવ્યા હશે. આસપાસમાં ઉભેલા સૌ કોઈ લોકોએ તેના ચહેરા ઉપર પાણી છાંટવા લાગ્યા હતા અને શાંતિ એ આંબા સમય સુધી આંખો ખોલી નહોતી. સૌ કોઈ લોકો તેને હલાવા લાગ્યા હતા પરંતુ આંખનો ખોલતા ત્યાં હાજર રહેલા વ્યક્તિઓએ તાત્કાલિક ધોરણે સારવાર માટે તેને શહેરની એમવાય હોસ્પિટલ ની અંદર લઈ ગયા હતા

શાંતિના માતા-પિતાને ત્યાંના કોઈપણ વ્યક્તિ ઓળખતા ન હોવાને કારણે તેની જાણકારી કરવામાં આવી નહોતી અને માનવતા ખાતર આસપાસના વિસ્તારમાં રહેતા લોકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને શાંતિના પિતા પોતાની દીકરીને ગોતતા ગોતતા હોસ્પિટલ પહોંચી આવ્યા હતા અને આખી જાણકારી મળી.

તેઓ તાત્કાલિક ધોરણે હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ડોક્ટર પણ શાંતિ ની તપાસ કર્યા પછી તેને મૃત જાહેર કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને પણ આપવામાં આવી હતી અને પોલીસે પોસ્ટમોર્ટમ પછી શાંતિના મૃતદેહને ખસેડ્યો હતો અને સાચું કારણ જાણવા માટે ડોક્ટર દ્વારા હાર્ટ એટેક અથવા તો કોઈ અન્ય બીમારીથી મૃત્યુ થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM