રાજકોટમાં પરિવાર સાથે મિત્રના ફાર્મહાઉસ પર ગયેલા વેપારીનું કરુણ મોત, મોજ-મસ્તી કરતી વખતે ફાર્મ પર કંઈક એવું બન્યું કે… બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી…

હાલમાં રાજકોટમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મિત્રોના ફાર્મ હાઉસ પર ગયેલા રાજકોટના વેપારી સાથે કંઈક એવું બન્યું કે આંખો પરિવાર દોડતો થઈ ગયો હતો. બોલાવતી ગરમી વચ્ચે મોજ મસ્તી કરવા સામે ગયેલા વેપારીને મોત આંબી ગયું છે. વેપારીનું મોત થતા જ પરિવારની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટી-ત્રણમાં રહેત 40 વર્ષના કમલેશભાઈ ભરતભાઈ પીઠડીયા રવિવારના રોજ રજા હોવાના કારણે પોતાના પરિવાર સાથે કાર લઈને સાયલાના કાનપુરમાં આવેલા પોતાના મિત્ર કનુભાઈના ફાર્મ હાઉસ પર ગયા હતા.
ફાર્મ હાઉસ પર કમલેશભાઈ પોતાના પરિવાર સાથે મોજમસ્તી કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ સ્વિમિંગ પુલમાં ભરેલા પાણીમાં ડૂબી જવાના કારણે કમલેશભાઈ બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી પરિવારના લોકો કમલેશભાઈને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
અહીં કમલેશભાઈએ મોડી રાત્રે સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યું હતું. કમલેશભાઈનું મોત થતા જ પરિવારજનો અને મિત્ર મંડળમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની માહિતી મળ્યા બાદ સાયલા પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી. પછી કમલેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કમલેશભાઈ બે ભાઈઓમાં સૌથી નાના હતા અને તેમને સંતાનમાં બે દીકરીઓ છે. કમલેશભાઈના મોતના કારણે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવારે ઘરનો આધારસ્તંભ ગુમાવ્યો છે. કમલેશભાઈ પાર્થ પડદા નામની દુકાન ચલાવતા હતા. તેઓ અલગ અલગ પડદા બનાવવાનું કામ કરતા હતા. તેવામાં આવી રીતે કમલેશભાઈનું મોત થતા જ પરિવારમાં માતમ છવાયો છે.
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.