ડોક્ટર પતિ-પત્નીએ એક જ સાથે આપઘાત કરીને જીવન ટૂંકાવી દેતા મચી ગયો કોહરામ, બધાના કાળજા ધમધમી ગયા..

ડોક્ટર પતિ-પત્નીએ એક જ સાથે આપઘાત કરીને જીવન ટૂંકાવી દેતા મચી ગયો કોહરામ, બધાના કાળજા ધમધમી ગયા..

ઘણીવાર એવા બનાવો બનતા જોવા મળે છે, જેમાં પરિવારમાં રહેતા પતિ-પત્ની વચ્ચે પારિવારિક ઝઘડાઓ ખૂબ જ થઈ રહ્યા છે. આવા પારિવારિક ઝઘડાઓને કારણે ક્યારેક પતિ-પત્ની કંટાળીને પોતાની સાથે એવી જીવલેણ ઘટનાઓ કરી રહ્યા છે. કે જેના કારણે તેમના પાછળના પરિવારના લોકોને ઘણી બધી મુશ્કેલીઓ થઈ રહી છે.

આવી જ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના પુણેના આઝાદનગરમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની સાથે બની હતી. પતિ-પત્ની બંને એકલા રહેતા હતા. બંને ડોક્ટર હતા. જેમાં પતિનું નામ નિખિલ દત્તાત્રે શેડન્કર હતું. તેમની ઉંમર 28 વર્ષની હતી અને તેમની પત્નીનું નામ અંકિતા નિખિલ શેડન્કર હતું. અંકિતાની ઉંમર 26 વર્ષની હતી.

બંને પતિ-પત્ની દરરોજ અલગ અલગ જગ્યાએ પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને પોતાનું ક્લિનિક ચલાવી રહ્યા હતા. અંકિતાને નિખિલ બંને આઝાદ નગરમાં પોતાનું ઘર બનાવીને રહેતા હતા. અંકિતાનું કલીનીક ગલી નંબર-2 અને આઝાદ નગરમાં જ હતું. નિખિલ અન્ય જગ્યાએ પ્રેક્ટિસ કરતો હતો અને સારી રીતે પોતાની ફરજ બજાવતો હતો.

તે પોતાનું ક્લિનિક ખૂબ જ સારું ચાલતું હોવાને કારણે પરિવારમાં કોઈ આર્થિક સ્થિતિને લઈને કોઈ પણ કંકાશ ન હતો પરંતુ એક દિવસ સાંજે ઘરે આવતા સમયે પતિ-પત્ની બંને એકબીજાને ફોન કર્યા હતા. તે સમયે કોઈ વાતને લઈને બંને વચ્ચે ખૂબ જ બોલાચાલી થઈ હતી અને બંને વચ્ચે ઝઘડો વધી જતા અંકિતાને નિખિલની વાતનું ખોટું લાગી ગયું હતું.

જેના કારણે અંકિતા પોતાના ઘરે જઈને રૂમમાં પોતાને બંધ કરી દીધી હતી. નિખિલ હજુ ઘરે આવ્યો ન હતો. ત્યારબાદ મોડી સાંજે ઘરે આવતા તેમણે ઘરમાં આવીને પોતાના રૂમનો દરવાજો ખોલીને જોયું તો તે જોતાં જ આઘાતમાં આવી ગયો હતો. અંકિતાને તેણે જોયું તો અંકિતા બેડરૂમમાં લટકીને આપઘાત કરી લીધો હતો.

જેના કારણે તરત જ પતિ તેમને હોસ્પિટલમાં લઈ ગયો પરંતુ ત્યાં ડોક્ટરોએ અંકિતાનું મૃત્યુ થઈ ગયુ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક અંકિતાને મૃતદેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અંકિતાના મૃતદેહને તેના ભાઈને સોંપી દેવામાં આવ્યો હતો.

ત્યારબાદ નિખિલને અંકિતાનો આપઘાત સહન ન થતા અને તેને ખૂબ જ આઘાત લાગી ગયો હોવાને કારણે નિખિલે પણ એક દિવસ પોતાના જ રૂમમાં લટકીને આપઘાત કરી લીધો હતો. તે પણ અંકિતા વગર રહી શકે તેમ ન હોવાને કારણે તેણે માનસિક રીતે કંટાળીને આપઘાત કરી લીધો હતો. બંને વચ્ચે અવારનવાર ઘણી બધા વાતને લઈને કંકાસ થતો હતો.

નિખિલ અને અંકિતાના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા. પરંતુ બંને વચ્ચે પણ અણબનાવો ખૂબ જ થતા હતા. જેના કારણે બંને પોતાના જીવ ગુમાવી દીધા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. બંને ડોક્ટરો હોવા છતાં બીજાના જીવ બચાવી રહ્યા હતા પરંતુ તેઓએ પોતાના જીવ ગુમાવી દીધા હતા.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM