બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મોર સાથે કર્યું નૃત્ય…જુઓ વાયરલ વિડિયો…

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મોર સાથે કર્યું નૃત્ય…જુઓ વાયરલ વિડિયો…

આપણે સોશિયલ મીડિયા પર બાબા બાગેશ્વરના ઘણા વિડીયો જોયા હશે, બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી હાલ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ પોતાનો દિવ્ય દરબાર લગાવી રહ્યા છે. અમદાવાદમાં 29 અને 30 તારીખ દરમિયાન તેમનો દિવ્ય દરબાર લાગવાનો છે. અમદાવાદના ઓગણજ વિસ્તારના ગ્રાઉન્ડમાં આ દિવ્ય દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓગણજ માં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર લાગવાનો છે તે ગ્રાઉન્ડ પર પાણી જ પાણી થતા બે દિવસના કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ અગાઉ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ જે પ્રકારે બાબાના દિવ્ય દરબારમાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટે છે,

તે સ્થિતિને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી દિવ્ય દરબારનું સ્થળ બદલવામાં આવ્યું હતું. આ દરમિયાન બાગેશ્વર ધામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ મોર સાથે આનંદ કરી રહ્યા છે, વીડિયોમાં તેઓ મોરની સાથે ચાલી રહ્યા છે મોર કળા કરતો દેખાઈ રહ્યો છે.

વીડિયોમાં તેઓ હાથ પગની વિવિધ મુદ્રાઓ કરતા દેખાય છે, સુરત પછી અમદાવાદમાં બાગેશ્વર ધામ સરકારનો દરબાર યોજાઈ રહ્યો હતો અને મોટી સંખ્યામાં તેઓના ભક્તો હાજરી આપી રહ્યા છે.બાગેશ્વર ધામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ના આ વીડિયોમાં કળા કરેલ એક મોરની સાથે એક ઢેલ પણ દેખાઈ રહી છે.

આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે જેને લઈને બાબાના ભક્તો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો કોઈ ગાર્ડનનો હોવાનું માનવામાં આવે છે, જ્યાં બાગેશ્વર ધામ સરકારનો નિવાસ પણ હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સહિત દેશભરમાં બાબા બાગેશ્વર ચર્ચામાં છે.

માત્ર ઇલેક્ટ્રોનિક મીડિયા જ નહીં સોશિયલ મીડિયા પર પણ બાબા છવાયેલા છે. હાલમાં બાબા ગુજરાતના અલગ અલગ શહેરોમાં દરબાર કરી રહ્યા છે, 26 અને 27 મે બે દિવસ બાબા બાગેશ્વર સુરતમાં છે. 28 મેના રોજ બાબા બાગેશ્વર સુરત થી અમદાવાદ બાય એર લાવ્યા હતા. પરંતુ ગઈકાલે અમદાવાદમાં ભારે વરસાદના કારણે તેઓનો દરબાર રદ કરવામાં આવ્યો હતો.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM