સાયકલ લઈને કામે જતા યુવકને ઝડપી સ્કોર્પિયો કારે કચડી નાખ્યો… યુવકનો કમકમાટીભર્યું મોત… 3 નાની-નાની દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી…

સાયકલ લઈને કામે જતા યુવકને ઝડપી સ્કોર્પિયો કારે કચડી નાખ્યો… યુવકનો કમકમાટીભર્યું મોત… 3 નાની-નાની દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી સ્કોર્પિયો કારે સાઇકલ સવાર વ્યક્તિને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, સ્કોર્પિયો કારચાલક સાયકલ સવાર વ્યક્તિને 50 મીટર સુધી રોડ પર ઘસડી ગયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ આરોપી કાર ચાલક ઘટના સ્થળે જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઇજા પહોંચવાના કારણે સાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટના હરિયાણાના કરનાલ માંથી સામે આવી રહી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ મનોજ તરીકે થાય છે અને તેની ઉંમર 35 વર્ષની છે. મનોજ એક મિલમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

સવારના 10:00 વાગ્યાની આસપાસ તે પોતાની સાઇકલ લઈને મિલ પર જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન રસ્તામાં એક ઝડપી સ્કોર્પિયો કારે તેની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં મનોજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોતો અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

મનોજના મોતના સમાચાર મળતા તેના પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ ઘટના બનતા જ ત્રણ નાની નાની દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. અકસ્માતની ઘટના બની આબાદ આરોપી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM