કેન્સર પીડિત યુવતીનું મુંડન કરતાં યુવતી ચોંધાર આંસુએ રડી પડી, તો વાળંદે પણ કરી નાખ્યું પોતાનું મુંડન, જુઓ વિડિયો….

આજકાલ સોશિયલ મીડિયા પર રોજબરોજ કોમેડી અને મનોરંજનથી ભરપૂર વિડીયો વાયરલ થતા હોય છે. જે જોઈને આપણે ક્યારેક હસી પડીએ છીએ, તો ક્યારેક રડી પણ પડીએ છીએ. ક્યારેક એવા વિડીયો સામે આવી જતા હોય છે જે જોઈને આપણે આપણી આંખમાંથી આંસુ પણ રોકી શકતા નથી. આપણે ફિલ્મોમાં જોયું હશે કે કોઈ લોકોને કેન્સરની બીમારી થઈ જતા તે લોકોને પોતાના વાળ કાપી નાખવા પડે છે.
ત્યારબાદ તે મૂવીમાં ભાવુક દ્રશ્યો સર્જાતા હોય છે, પરંતુ આવા દ્રશ્ય હકીકતમાં સર્જાયા છે. જેનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ લોકો જોઈ રહ્યા છે, વીડિયોની વાત કરવામાં આવે તો એક સલૂનમાં એક યુવતી આવે છે. યુવતી કે જે કેન્સરની બીમારીથી પીડિત છે, કેન્સર ની બીમારી થી પીડિત હોય તે યુવતી ને પોતાના વાળ કપાવવા પડે છે.
પોતાના વાળ કપાવીને મુંડન કરાવવું પડે છે, યુવતી સલૂનમાં આવતા ની સાથે જ મુંડન કરાવે છે. પોતાને અરીસામાં જોતા તેનો ચહેરો જોઈને યુવતી ખૂબ જ ભાવુક થઈ જાય છે અને પોતાના આંસુ રોકી શકતી નથી. આ દરમિયાન સલૂનમાં ઉપસ્થિત વાળંદ જે યુવતીને દિલાસો આપે છે અને યુક્તિને ભાવુક થતી જોઈને તેને ગળે પણ લગાવે છે.
પરંતુ યુવતી ને મુંડન કર્યા બાદ સલૂનમાં ઉપસ્થિત વાળંદ એવું કામ કરે છે કે જેને જોઈને લોકો વાળંદના વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવતીનું મુંડન થઈ જતા યુવતી ખૂબ જ રડી રહી છે. એવામાં વાળંદ પણ પોતાના વાળ કાપીને પોતાનું પણ મુંડન કરી નાખે છે, યુવતી ની સાથે સાથ આપે છે.
આ ઘટના જોઈને યુવતી ખૂબ જ ભાવુક થઈ જાય છે અને ફરી પાછી રડવા લાગે છે. આમ વાળંદે જે કામ કર્યું તે જોઈને લોકો વાળંદના વખાણ કરતા થાકતા નથી, વાળંદે ખરેખર કેન્સર પીડિત યુવતી નો સાથ આપવા માટે જે પગલું ભર્યું તે ખૂબ જ સહાનીય છે.
No one fights alone!
He shaves off his own hair in solidarity with a cancer patient. pic.twitter.com/1sjLKKjnHO
— GoodNewsMovement (@GoodNewsMVT) January 15, 2023
લોકો આ વિડીયો જોઈને ખૂબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, કેન્સર પીડીત યુવતી પ્રત્યે સંવેદના દર્શાવી રહ્યા છે. તો વાળંદના ખૂબ જ વખાણ કરી રહ્યા છે, અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. આ વીડિયોને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે, આવા વીડિયો સામે આવતા લોકોની આંખો પણ ભીની થઈ જતી હોય છે.
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.