કેનેડા લઈ જશે તેમ કહીને લગ્ન કર્યા બાદ પતિએ પત્નીને મૂકી દીધી છૂટી, દરેક લોકો ખાસ વાંચે આ માહિતી..!

કેનેડા લઈ જશે તેમ કહીને લગ્ન કર્યા બાદ પતિએ પત્નીને મૂકી દીધી છૂટી, દરેક લોકો ખાસ વાંચે આ માહિતી..!

આજકાલ યુવાનોમાં વિદેશ જવાનો ક્રેઝ ખુબ જ વધી ગયો છે. ભણવા માટે યુવાનો વિદેશ જાય છે. પરતું પછી ત્યાં જ સ્થાયી થઈ જતા હોઈ છે. તેમજ લગ્ન માટે તેઓ જ્યારે ભારત આવે છે ત્યારે કન્યા પક્ષને મોટા મોટા સપનાઓ દેખાડીને લગ્ન માટે માનવી લેતા હોઈ છે. માં-બાપ બીજું કશુ જ જોયા વગર વિદેશના નામથી જ દીકરીનો હાથ સોપી દેતા હોઈ છે..

પરતું આ બાબત ખરેખર ખુબ જ ખોટી છે. કારણ કે પતિ તેને વિદેશ લઈ જશે કે કેમ? તમારી દીકરી ખુશ રેશે કે કેમ ? તેની કોઈ ગેરેંટી હોતી નથી. હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિદેશ લઈ જવાની લાલચ આપીને લગ્ન કરી પછી છેતરપિંડી (fruad) આચરવાની ઘટનાઓમાં રોજેરોજ ઉમેરો થઈ રહ્યો છે.

તેવી જ એક વધુ ફરિયાદ સેટેલાઇટ પોલીસમાં પુત્રવધુએ નોંધાવી છે. મેરેજ બ્યુરોની સાઈટ પર વાતચીતથી શરૂ થયેલી આ ઘટના કેનેડા  લઈ જવાની લાલચ, લગ્ન, પારિવારિક ઝઘડા, દહેજની માંગ,  છૂટાછેડાની ધમકી, ત્રીજી પત્ની કરવાની ધમકી જેવા અનેક વળાંકો સાથે ફરિયાદ રૂપે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પહોંચી છે.

સેટેલાઇટ પોલીસે હાલ પુત્રવધુની ફરિયાદ લઈ પતિ, સાસુ, સસરા વિરુદ્ધ  ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની હકીકત કઈક એવી છે કે કલ્પનાનો તેના પતિ સાથે એક વર્ષ અગાઉ સાદી ડોટ કોમ પર વાતચિતથી આ સંપર્ક શરૂ થયો હતો.

વાતચીતમાં બન્નેના આ બીજા લગ્ન છે તેવી સ્પષ્ટતા તો થઈ ચુકી હતી. પણ વાત વાતમાં પતિએ લગ્ન કરી કેનેડા લઈ જવાની લાલચ આપી. પતિની વાતમાં ભોળવાઈ ગયેલી કલ્પનાએ લગ્ન કર્યા. બન્ને પરીવારની સહ ખુશીથી ગણેશ ટ્રસ્ટ મેરેજ પોઈન્ટ ઘી કાંટા ખાતે ધાર્મીક વીધી દ્વારા લગ્ન કરવામાં આવ્યા.

લગ્ન બાદ બન્ને દિલ્હી તથા જેલમેર ખાતે ફરવા ગયા હતા.  જોકે ગણતરીના દિવસોમાં જ પારિવારિક ઝઘડા શરૂ થયા. પત્ની જ્યારે પણ કેનેડા લઈ જવાની વાત કરતી કે કેનેડાના વિઝાની વાત કરતી ત્યારે પતિ ગંદી ગાળો બોલતો, મારપીટ કરતો, હાથ પગ તોડી નાખવાની ધમકી આપતો હોવાની કેફિયત પત્નીએ પોતાની ફરિયાદમાં રજૂ કરી છે.

એટલું જ નહિ કલ્પનાએ ફરિયાદમાં જણાવ્યુ કે જ્યારે કેનેડામાં રહેતા સાસુ સસરાને પતિને સમજાવવાની વાત કરી ત્યારે ઉલટાનું સાસુ સસરા પણ મને જ દોષ દેવા લાગ્યા. પતિ કોઈ કામ અર્થે કેનેડા ગયો અને કેનેડાથી સસરા અમદાવાદ ખાતે આવેલા અને અમારી જોડે ઉપરોક્ત મકાન ખાતે રહેવા લાગેલ બાદ થોડા દિવસો બાદ હું જ્યારે ઘરમાં કામ કાજ કરતી હોય ત્યારે નાની નાની વાતોમાં આ મારા સસરા મને કહેતા કે, ” ” તને બરોબર કામ કરતા આવડતુ ન ” તેમ કહી મારી સાથે બોલાચાલી ઝઘડો કરવાનુ ચાલુ કર્યો હતો.

આમ કલ્પનાએ પતિ અને સાસુ – સસરા અવાર નવાર કરીયાવરમાં કાંઈ સામાન કે પૈસા લાવી નથી તેવુ સંભળાવી મેણા ટોણા સંભળાવ્યા કરતા અને કોઈ પણ કારણ વગર બોલાચાલી ઝઘડો કરી મને માનસીક ત્રાસ આપતા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે. હાલ સેટેલાઇટ પોલીસએ પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

jay tejani