લાલબત્તી સમાન કિસ્સો :- સતત 18 દિવસ છોકરીને ઓરડીમાં બંધ રાખી ને આચર્યું દુષ્કર્મ…., અને પછી..

લાલબત્તી સમાન કિસ્સો :- સતત 18 દિવસ છોકરીને ઓરડીમાં બંધ રાખી ને આચર્યું દુષ્કર્મ…., અને પછી..

મહિલા ઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મ ના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. અને આવા કિસ્સાઓ અટકવા નું નામ નથી લઇ રહ્યા. અને દિવસે ને દિવસે આવા કિસ્સાઓ ખુબ વધતા જાય છે. રાજ્ય માં ફરી એક વાર કલંકિત ઘટના સામે આવી છે. આખા રાજ્ય માં બહેનો અને દીકરીઓ  ની સલામતી પર અવાર નવાર પ્રશ્નો ઉભા થાય છે. આજે એવી જ એક શરમજનક ઘટના સામે આવી છે.

હમણાં હમણાં ઘણા ના કેસ ની અંદર આજીવન કેદ અને ફાંસીની સજા ફટકાર્યા બાદ પણ નરાધમો સુધારવાનું નામ નથી લઈ રહ્યાં. આવી જ ઘટના બોટાદ ના રાણપુર તાલુકામાં અવળ ગામ ની અંદર બની છે. તમને જણાવી દઇએ કે આ ગામની એક છોકરી સાથે સામુહિક દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે.

માહિતી મળી રહી છે કે બુબાવાવ ગામ ની છોકરી ને અવલ ગામના યુવાનો દ્વારા વાડીમાં લઈ જઈને સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. આ શરમજનક ઘટના અવળ ગામના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, મોટા તાલુકાની અંદર સામુહીક દુષ્કર્મની ઘટના સામે આવતા સમગ્ર તાલુકાની અંદર દોડધામ મચી ગઇ છે.

વાત કરીએ તો બાવા ગામની ૨૦ વર્ષની છોકરીની દારૂ પીવાની ખરાબ આદત હતી. જેને કારણે આ છોકરી બાજુના ગામ અવળ ગામની અંદર રહેતા ઇન્દ્રજીત ભાઇને ફોન કરી ને દારૂ મંગાવ્યો હતો. જેથી અંદરથી તે જણાવ્યું હતું કે જો તારે દારૂ જોતો હોય તો, તું મારી ગામમાં આવેલી વાડીમાં આવી જા.

આ પ્રમાણે છોકરી ૯ડિસેમ્બરના રોજ ઇન્દ્રજીત ભાઈના વાડીમાં દારૂ લેવા માટે આ છોકરી ગઈ હતી. ત્યારે ઇન્દ્રજીત ખાચર, ઉપરાંત સત્યજીત ખાચર, જયવીર ગગુભાઈ પણ આ વાડીની અંદર હાજર હતા. આ ત્રણેય યુવકોએ ભેગા થઈને, આ છોકરીને તે ની વાડી માં નશો કરાવીને, નશાની હાલતમાં ત્રણે યુવાનોએ તેની ઉપર સામૂહિક દુષ્કર્મ કર્યો હતો.

નરાધમો આટલેથી અટકતા નહોતા ને, તેમણે 9 ડિસેમ્બર થી 26 ડિસેમ્બર સુધી આ છોકરીને તે ની વાડી માં આવેલી ઓરડીની અંદર બંધ રાખી હતી. આ છોકરીને ઓરડીમાં બંધ રાખીને દારૂનો નશો કરાવતા હતા. ત્યારબાદ ત્રણેય લોકો એ યુવતીને માર મારીને તેના ઘરના સદસ્યોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ પછી સતત ૧૮ દિવસ સુધી આ છોકરી ની ઉપર સામૂહિક દુષ્કર્મ આચરતા હતા.

આ ઘટના બન્યા બાદ આ છોકરી એ ત્રણે યુવકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પોલીસે આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરીને યુવાનોને ધરપકડ કરી છે. અત્યારે આ છોકરી જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે છે. પોલીસે આ ત્રણેય યુવકોને વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM