એક સાથે ઘણા રાજ્યોમાં ભયંકર તબાહી મચાવી શકે એટલું મોટું છે ‘શાહીન’ વાવાઝોડું…, હવામાન વિભાગે આપી મોટી ચેતવણી….

એક સાથે ઘણા રાજ્યોમાં ભયંકર તબાહી મચાવી શકે એટલું મોટું છે ‘શાહીન’ વાવાઝોડું…, હવામાન વિભાગે આપી મોટી ચેતવણી….

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ભારેથી અતિ ભારે પડી રહ્યો છે. વરસાદના કારણે ગુજરાત રાજ્યના ઘણા પંથકમાં ખેડૂતોને નુકસાન પણ થયું છે, એવામાં દરિયામાં વાવાઝોડું ઉત્પન્ન થવાને લીધે ભારે પવન અને ભારે વરસાદ સમગ્ર રાજ્યભરમાં નોંધાયો છે. આ ભારે પવન અને વરસાદના લીધે ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું હતું.

આજકાલ હવામાન વિભાગ દ્વારા ઘણી વખત જાણકારી આપવામાં આવે છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી જાણકારી કેટલી સાચી પણ પડે છે, અને અત્યારે પણ એક એવી જાણકારી સામે આવી છે. સમગ્ર રાજ્યભરમાં ગુલાબ વાવાઝોડા પછી એક નવુ વાવાઝોડું પોતાની તબાહી મચી શકે તેવી જાણકારી આપવામાં આવી હતી.

સમગ્ર ભારતમાં ગુજરાત સહિત દેશના સાત રાજયોમાં આગામી ચાર દિવસ સુધી ભારે થી લઈને અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. એમ છતાં શાહીન વાવાઝોડાને કારણે, ભારતનું હવામાન વિભાગે પણ જાહેર કરેલ છે, ભારતીય હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે આવનારા 12 કલાકમાં વાવાઝોડું પોતાનું સ્વરૂપ ધારણ કરી શકે છે તેવી માહિતી આપવામાં આવેલ છે.

તે પહેલા ભારતમાં 26 સપ્ટેમ્બર આંધ્ર પ્રદેશના તથા ઓડિશા ના દરિયાકાંઠે ગુલાબ વાવાઝોડાએ પોતાનું રૂપ દેખાડ્યું હતું. અને તીવ્ર તબાહી મચાવી હતી. મળતી માહિતી પ્રમાણે તેમાં કુલ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ વાવાઝોડું ઓડિશા તથા આંધ્ર પ્રદેશમાંથી પસાર થઈને ગુજરાત તરફ આગળ વધ્યું હતું.

ભારતના કેટલા રાજ્યો માં પ્રવેશ કરી ને આ વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. હવામાન ના ઉચ્ચ દબાણને લીધે દરિયામાં નવું ચક્રવાત ફેરવાય શકે તેવી આશંકા સેવવવા માં આવી હતી. જેનું નામ હતું શાહીન. આ વાવાઝોડું ભારતની સાથે સાથે પાકિસ્તાન અને ઈરાન માં પણ પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવી શકે છે. આ ચક્રવાતની અસર ભારતમાં બિહાર તમિલનાડુ કેરાલા કર્ણાટક અને ગુજરાતમાં પણ જોવા મળી હતી.

તમને જણાવીએ કે હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, આવનારા ત્રણ દિવસ સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, અને લોકોને ખૂબ જ સાવચેત રહેવું બન્યું છે. શાહિન વાવાઝોડું પોતાનું રૂપ મોટું કરી શકે છે. જેના લીધે ગુજરાત રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

હળદર ના દરિયામાં આ વાવાઝોડાને પ્રવેશ પછી, સર્જાયેલું શાહીન વાવાઝોડુ પાકિસ્તાન તરફ આગળ વધ્યુ હોય તેવી જાણકારી મળી છે. આ તોફાનમાં સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે. આ વાવાઝોડા ની અસર ભારતની રાજધાની દિલ્હીમાં પણ થઈ શકે છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ

Deshimoj TEAM