માતા ના જન્મદિવસે 10મુ ભણતી દીકરીએ ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું..!, દીકરીએ ફોન કરી ને કહ્યું હતું કે.., મમ્મી હું તને..

માતા ના જન્મદિવસે 10મુ ભણતી દીકરીએ ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું..!, દીકરીએ ફોન કરી ને કહ્યું હતું કે.., મમ્મી હું તને..

દિવસના દિવસે વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓમાં ખૂબ જ નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. આવી જ એક ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના ભોપાલમાં થી આપણી સામે આવી છે. જ્યાં ધોરણ 10માં માં ગણતરી વિદ્યાર્થીની એ આપઘાટ કરી લીધો છે. આખી ઘટનાની મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, બાળકી એ આપઘાત કર્યો હતો ત્યારે તેની ડોક્ટર માતાનો જન્મદિવસ હતો. દીકરીએ ફોન ઉપર કહ્યું હતું કે તે પોતાની માતાને સરપ્રાઈઝ આપવા માટે જઈ રહી છે.

ત્યાર પછી આ દીકરીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન આપ્યું હતું, ત્યાર પછી દીકરીને હોસ્પિટલ પણ લઈ જવામાં આવી હતી પરંતુ ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. સમગ્ર ઘટના સ્થળ પરથી કોઈ પણ પ્રકારની સુસાઇડ મળી આવી નથી અને સમગ્ર ઘટના કયા કારણોસર થઇ છે તેના વિશે વિગતવાર માહિતી મળી નથી. આ ઘટના કોલાર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

સંખેડા કોલરમાં રહેવાવાળી ૧૪ વર્ષ ની હીયા વર્મા નામ ની દીકરી સેન્ટ જોસેફ ઇદગાહ હિલ્સ માં ધોરણ 10 નો અભ્યાસ કરતી હતી અને તેની માતા ચિત્રા વર્મા માનસરોવર ડેન્ટલ કોલેજની અંદર ડેન્ટિસ્ટ તરીકે નોકરી કરતા હતા. ચિત્રા એ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, 28 તારીખના રોજ તેનો જન્મદિવસ હતો અને રાબેતા મુજબ તે કોલેજ આવી ગઈ હતી. તેની દીકરી હિયા ઘરે એકલી હતી અને સાંજના સમયે તેમણે પોતાની દીકરીને કોલ કર્યો હતો

માતાએ દીકરીને કહ્યું હતું કે આજે મારો જન્મદિવસ છે, તે મને વિશ પણ કરી નથી. ત્યારે દીકરીએ ફોન ઉપર કહ્યું હતું કે મમ્મી હું તને સરપ્રાઈઝ આપવા જઈ રહી હતી. ત્યાર પછી તેમણે ફોન કાપી નાખ્યો હતો અને થોડા સમય પછી, તારે ફરી વખત કોલ કર્યો હતો ત્યારે ફોન ઉપાડ્યો નહોતો. ત્યાર પછી ત્રણથી ચાર વખત કોલ કર્યા બાદ પણ દીકરીએ જવાબ આપ્યો નહોતો ત્યારે માતાને શંકા ગઈ હતી, ઘરે પહોંચી ગઈ હતી.

ત્યારે રૂમની અંદર હીયા ફાંસીના ફંદા ઉપર લટકતી હાલતમાં જોવા મળી હતી. ત્યાર પછી તેને તરત જ ઉતારીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને ત્યાં સુધી તો ખૂબ જ વાર લાગી ગઈ હતી. રાત્રિના દસ વાગ્યાની આસપાસ આ ઘટનાની જાણકારી મળી હતી અને પોલીસે બુધવારના દિવસે લાશને પોતાના કબજામાં લઈને પોસ્ટમોર્ટમ કરવા માટે હોસ્પિટલ મોકલી આપી હતી અને ત્યાર પછી પરિવારને સોંપી હતી

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઘટના સ્થળ ઉપરથી કોઈ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી અને ફોન ઉપર હીયાની છેલ્લી વાત માતા ચિત્ર સાથે થઈ હતી અને ચિત્રાના જણાવ્યા પ્રમાણે, દીકરી તેના જન્મદિવસ માટે સરપ્રાઈઝ પ્લાન કરી રહી હતિ. પોલીસે ઘટના સ્થળ ઉપરથી ઈયાનો ફોન જપ્ત કરી લીધો છે અને હવે ફોન ચેક કર્યા પછી એ જાણી શકાશે કે, દીકરી એ પોતાની માતા સિવાય કયા કયા વ્યક્તિની સાથે વાત કરી છે.

હજુ પણ આ સમગ્ર ઘટના અંગે પોલીસને ફોન માંથી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. માતા ચિત્રાએ જણાવ્યું હતું કે તે તેના પતિથી અલગ થઈ ગઈ છે અને તેની દીકરીની સાથે કોલાર માં રહી રહી છે. જ્યારે તેના પતિ નેહરુ નગરમાં રહે છે અને હીયા આ વર્ષે નવમું ધોરણ પાસ કરીને દસમા ધોરણની અંદર અભ્યાસ કરતી હતી. ત્યાર પછી પોલીસ શાળાની અંદર પણ પૂછપરછ કરી શકે તેવી માહિતી મળી રહી છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM