ભાવનગરમાં ધોળા દિવસે પિતા-પુત્ર પર 2 અજાણ્યા લોકોએ કર્યું ફાયરીંગ.., દીકરાનું થયું કરુણ મોત., અને પિતાની સ્થિતિ..

ભાવનગરમાં ધોળા દિવસે પિતા-પુત્ર પર 2 અજાણ્યા લોકોએ કર્યું ફાયરીંગ.., દીકરાનું થયું કરુણ મોત., અને પિતાની સ્થિતિ..

આજે દિવસે ને દિવસે ભાવનગર સુરત અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર હત્યા જેવા મોટા ગુના કિયા પ્રવૃત્તિઓ મોટી માત્રામાં વધી રહી છે. ખાસ કરીને અત્યારે દિવસે દિવસે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ વધવાને કારણે લોકોમાં પણ ફફડાટ જોવા મળે છે. તેવામાં ભાવનગર ની અંદર આવેલા તળાવમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તળાજા ની અંદર ધોળા દિવસે એક બાપ-દીકરાની ઉપર બે અજાણ્યા શખ્સો દ્વારા ધડાધડ ફાયરિંગ કરી હતી.

ખરેખર તમને જણાવી દઈએ કે, રાજા ની અંદર આ દિવસે ફાયરીંગની ઘટના ની અંદર એક યુવકની હત્યા થતાં ભારે ચકચાર મચી ગઇ છે. બાઈક ઉપર બાપ-દીકરો બંને જઈ રહ્યા હતા અને અજાણ્યા શખ્સો દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા દીકરા નું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે આખી ઘટનાની અંદર પિતાને તાત્કાલિક ધોરણે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બનતાની સાથે જ પોલીસે હત્યારાઓની શોધખોળ શરૂ કરી દીધી છે.

ચોકાવનારી ઘટના અંગે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, ભાવનગર ની અંદર આવેલા તળાજાના દેવલી ગામે રહેતા દેવીપુજક સમાજ ના પિતા અને પુત્ર મુકેશભાઈ દેવાભાઈ વાઘેલા અને દેવાભાઈ બચુભાઈ વાઘેલા આજે કોઈ અંગત કામને કારણે બાઈક ઉપર સવાર થઈને નીકળ્યા હતા. બાપ દીકરો બન્ને વેળાવદર થી શેત્રુંજી નદીના પુલ વચ્ચે નેશનલ હાઇવે આવેલો છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા.

આ સમયે બાઈક ઉપર 2 અજાણ્યા શક્શો ત્યાં ધસી આવ્યા હતા. અને બાપ અને દીકરા ની ઉપર હુમલો કરીને પછાડી દીધા હતા અને પોતાની પાસે રહેલા હથિયારમાંથી આડેધડ ફાયરિંગ કર્યું હતું. બાપ દીકરો બન્ને જીવ બચાવવા માટે ભાગ્યા પણ હતા પરંતુ શેત્રુંજી નદીના પટની બાજુ દોડ્યા હતા. પરંતુ હુમલાખોરોએ ફિલ્મી ઢબે પીછો કરીને ધડાધડ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ બંને યુવકો ફરાર થઈ ગયા હતા.

ખાસ વાત તો એ છે કે ફાયરિંગ ની અંદર, બાપ-દીકરાને માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ગોળી વાગી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે ઈજાગ્રસ્ત બનેલા પિતા અને દીકરા ને માથાના ભાગે અને પગના ભાગે ગોળી વાગી ને કારણે બંને પહેલા તળાજા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલ ખસેડાયા બાદ મુકેશ વાઘેલા નું મોત નીપજ્યું છે અને અત્યારે પિતાની હાલત ગંભીર રીતે આને કારણે સારવાર ચાલી રહી છે. આ પ્રકારની કરૂણ ઘટના બનતા સમાજના લોકો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવતા આખો મામલો થાળે પડ્યો હતો. પોલીસે ૨ અણજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી દીધી છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM