2 ભાઈ વચ્ચે થયેલો ઝઘડો એક મહિનાની બાળકીનું મોતનું કારણ બની ગયો… બાળકીને એવું દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

2 ભાઈ વચ્ચે થયેલો ઝઘડો એક મહિનાની બાળકીનું મોતનું કારણ બની ગયો… બાળકીને એવું દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

હાલમાં બનેલી એક કાળજો કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પારિવારિક વિવાદમાં એક મહિનાની માસુમ બાળકીનું મોત થયું છે. વિગતવાર વાત કરીએ તો બે ભાઈઓ વચ્ચે જોરદાર ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા કાકાએ પથ્થરમારો કર્યો હતો.

આ દરમિયાન ઘરમાં સૂતેલી માસુમ બાળકીને તે પથ્થર વાગી ગયો હતો. જેના કારણે બાળકીનું ઘટના સ્થળે મોત થયું હતું. આ દુખદ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે.  મૃત્યુ પામેલી બાળકીની માતાએ જણાવ્યું કે, તેનો દેવર દારૂના નશામાં ઘરે આવ્યો હતો અને મનફાવે તેવું કરવા લાગ્યો હતો.

દેવરની પત્ની પોતાના પિયરમાં જતી રહી હતી. તેને ફોન કર્યો છતાં પણ તે સાસરે આવી નહીં. એટલે દેવર ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગયો હતો અને તેને અમારી ઉપર આરોપ નાખીને અમારી સાથે માથાકૂટ કરવાનું શરૂ કરી દીધું હતું.

આરોપી યુવક પોતાના ભાઈ ભાભી ને કહેતો હતો કે તમે મારી પત્નીને અહીં આવવા માટે રોકો છો. આરોપી ઘરે આવીને માથાકૂટ કરતો હતો. જેના કારણે આરોપી અને તેના ભાઈ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને ઝઘડો એટલો વધી ગયો કે આરોપીએ મન ફાવે તેમ પથ્થર ફેંકવાનું શરૂ કરી દીધું હતું.

તેમાંનો એક પથ્થર ઘરમાં સુતેલી માસુમ બાળકીને જઈને વાગ્યો હતો. જેના કારણે બાળકીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM