ચાલુ ગાડીએ બાથરૂમનું પ્રેશર આવતા મહિલાએ ગાડી ઉભી રખાવી, બાથરૂમની અંદર જતા જ એવું દેખાયું કે મહિલા જોર જોર થી ચીસો પાડવા લાગી….

હાઈવે ઉપર મુસાફરી કરતી વખતે જો પરિવાર સાથે હોય તો નાની થી નાની ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે, નાના બાળકોનું વજનથી માંડીને આરામ કરવા માટે સારી જગ્યા સહિતની ચીજ વસ્તુઓ શોધવી પડતી હોય છે. અત્યારે એક પરિવાર ગોરખપુર થી કાનપુર તરફ જઈ રહ્યો હતો, ત્યારે એક ચોકાવનારો બનાવ બની ગયો છે..
નવીનભાઈ તેમની કાર લઈને તેમના પરિવાર સાથે રજાનો સમય વિતાવવા માટે કાનપુર જઈ રહ્યા હતા. કારની અંદર નવીનભાઈ તેમની પત્ની મીનાક્ષીબેન તેમજ તેમના બંને દીકરા રોહિત અને દક્ષનો સમાવેશ થતો હતો. આ ચારેય વ્યક્તિનો પરિવાર કારની અંદર મુસાફરી કરતો હતો, ત્યારે અચાનક જ નવીનભાઈની પત્ની મીનાક્ષી બહેનને બાથરૂમ જવાની પરિસ્થિતિ આવી પડતા..
તેઓએ તેમના પતિને ચાલુ કાર ઉભી રાખવા માટે જણાવ્યું હતું, તેમના પતિએ હાઈવે ઉપરની એક અજાણી હોટેલ પાસે કાર થોભાવી દીધી હતી અને ત્યાં મીનાક્ષીબેન ફ્રેશ થવા માટે ગયા હતા, પરંતુ આ અજાણ્યા બાથરૂમની અંદર જતાની સાથે જ મીનાક્ષી બહેનના મોઢામાંથી બરોડા ફાટી ગયા હતા..
અને તેમની આ ચીસો સાંભળીને નવીનભાઈ તરત જ દોડતા થઈ ગયા હતા. તેઓ તરત જ આ બાથરૂમની બહારના ભાગે આવી પહોંચ્યા અને તેમની પત્નીને બહાર આવવા માટે જણાવતા હતા, અને શું થયું છે તે પૂછપરછ કરવા લાગ્યા હતા. ત્યારે મીનાક્ષી બેને જણાવ્યું કે તેઓ જ્યારે આ અજાણ્યા બાથરૂમની અંદર ગયા ત્યારે બાથરૂમનો દરવાજો બંધ કરતાની સાથે જ..
બાથરૂમના દરવાજાની પાછળના ભાગે એક વિચિત્ર સાપ દેખાઈ આવ્યો હતો. આ સાપને જોઈને તેમના હોશ ઉડી ગયા અને મોઢામાંથી ચીસો ફાટી ગઈ હતી, તેઓ હેમખેમ રીતે બાથરૂમમાંથી બહાર નીકળી શક્યા તેઓએ સમય સૂચકતા દર્શાવીને બહાર નીકળી ગયા તેમાં તેઓ બચી ગયા છે. મીનાક્ષીબેન કહેતા હતા કે, તેઓ જ્યારે બાથરૂમના દરવાજાની બહાર નીકળતા હતા…
ત્યારે સાપ ફૂફાડા મારવા લાગ્યો હતો અને તેમને ડંખ મારવા આગળ વધતો હતો. પરંતુ તેઓ ઝડપથી ભાગવા લાગ્યા એટલા માટે તેમનો જીવ બચી ગયો છે. આ ડર ભર્યા માહોલની અંદર તેમના મોઢામાંથી ચીસો નીકળી ગઈ હતી. ત્યારે રેસ્ટોરેન્ટના કેટલાક સભ્યો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને શું થયું છે..
તેની જાણકારી મેળવવા લાગી હતા, ત્યારે નવીનભાઈએ આ હોટલના કર્મચારીઓને જણાવ્યું કે, ટોયલેટની અંદર પૂરતી સાફ-સફાઈ રાખવી જોઈએ અને સુરક્ષા હોવી ખૂબ જ જરૂરી છે. જો આવી રીતે દરેક ચીજ વસ્તુઓને ભગવાનના ભરોસે છોડી મૂકવામાં આવશે તો હાઇવે પરથી પસાર થતા મુસાફરોને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડશે..
નવીનભાઈ વધુમાં જણાવ્યું કે, સદનસીબે તેમની પત્ની સાથે તો કોઈ ઘટના બની નથી. પરંતુ કોઈ અજાણી ઘટના બનતા લાંબી વાર લાગતી નથી. જો તેમની પત્નીએ સમય સૂચકતા વાપરી ન હોત તો આજે કંઈક જુદો જ બનાવ બની ગયો હોત. હોટલના કર્મચારીઓનું કહેવું છે કે આ બાથરૂમ ની પાછળ ઝાડી જાખરા હોવાથી કદાચ ત્યાંથી આ સાપ બાથરૂમની અંદર પ્રવેશ કરી ગયો હશે..
તેઓએ તરત જ સાપ પકડનાર વ્યક્તિને બોલાવ્યા હતા. અંદાજે 1:30 કલાક બાદ સાપ પકડનારા વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યો અને ત્યારબાદ સાપને પકડીને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. આ ચોકાવનારી ઘટના બન્યા બાદ મીનાક્ષીબેનનો શ્વાસ અધ્ધર ચડી ગયો હતો.
તેઓ તેમના પતિ નવીનભાઈને કહેવા લાગ્યા કે, હવે આજ પછી તેઓ ક્યારે પણ કોઈ અજાણી જગ્યાએ પગ નહીં મૂકે, આ હોશ ઉડાવતી ઘટના બની જતા નવીનભાઈના બંને દીકરા પણ ડરના માહોલમાં ચાલ્યા ગયા હતા. આ ઘટનાથી હોટેલના કર્મચારીઓ પણ ખુબ જ નારાજ છે અને આગળ આવી ઘટના ન બને એટલા માટે સાફ સફાઈ ઉપર પુરતું ધ્યાન દોરવા જણાવ્યું છે..
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.