65 વર્ષના પતિએ નાનકડી વાતમાં, 60 વર્ષીય પત્ની પર કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી.., હત્યા કરવા પાછળનું કારણ જાણીને…

સુરત અમદાવાદ રાજકોટ બરોડા જેવા મોટા શહેરોમાંથી છાશવારે હત્યાના તેમજ આત્મહત્યાના કિસ્સાઓ મોટી માત્રામાં સામે આવી રહ્યા છે. વખત ખૂબ જ નાનકડી વાતમાં પણ પતિ અથવા તો પત્નીને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. ઘણી વખત પારિવારિકડાઓને કારણે પણ અથવા તો ઘણી વખત શંકા ને કારણે પણ પતિ અથવા તો પત્ની માંથી કોઈ એકને જીવ ગુમાવવાનો વારો આવે છે. વાત કરીએ તો મેઘરજ તાલુકાના જામગઢમાં 65 વર્ષે વહેમીલા પતિએ પોતાની 60 વર્ષે પત્નીની કરપીણ હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે.
ઘટના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો, 65 વર્ષ ના વહેમીલા પતિએ પોતાની જ 60 વર્ષની પત્ની ઉપર વહેમ રાખીને રાત્રિના સમયે રવિવારના દિવસે, ઊંઘમાં મોઢા ના ભાગે કુહાડીના ઘા જીકીને કરપીણ હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને હથિયારો આરોપી પતિ ફરાર થઈ ગયો છે. આખી ઘટના અંગે મૃત્યુ પામેલા મહિલાના પુત્ર એ પિતા વિરુદ્ધ પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ દાખલ કરી છે
મૃત્યુ પામેલા મહિલાનું ઇસરી સરકારી હોસ્પિટલ ની અંદર પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ ઇસરી પોલીસે અત્યારે પતિને પકડવા માટેના તમામ ચક્રો ગતિમાન કર્યા છે. પિયર પક્ષના લોકોએ પોલીસ સમક્ષ તપાસની માગણી કરવામાં આવી હતી. આખી ઘટના વિશે વિગત માહિતી મેળવીએ તો, જામનગર ની અંદર રહેતા કાંતિભાઈ દુલાભાઈ ના લગ્ન રાજસ્થાનના માલા ગામડી ગામના સવિતાબેન ની સાથે થયા હતા.
તેમજ તેને સંતાનમાં એક પુત્ર હતો તેનું નામ જયંતીભાઈ છે. લગ્ન પછી પતિ પત્નીના ચારિત્રની ઉપર શંકા અને વહેમ રાખીને પતિ-પત્ની ઉપર વચ્ચે ઝઘડો થતો હતો. જેને લઈને ગત રવિવારની રાત્રીના સમયે સવિતાબેન કાંતિભાઈ જેની ઉંમરમાં 60 વર્ષ છે તેઓ સુઈ રહ્યા હતા ત્યારે દાઢીના ભાગે કુહાડીના ઘા જીકીને પતિ તેનો ફરાળ થઇ ગયો હતો.
આ સમગ્ર ઘટના અંગે પોલીસની જાણકારી મળી હતી અને જ્યારે પોલીસનો કાફલો ઘટના શરૂ પર હાજર થઈને જરૂરી પંચનામાની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઉપરાંત સવારના સમયે મૃતક સવિતાબેન ના પિયર પક્ષના લોકોને જાણકારી મળી હતી તેઓ જામગઢ ખાતે દોડી આવ્યા હતા. અને પોલીસની સમક્ષ તપાસ શરૂ કરી દીધી હતી અને નિષ્પક્ષ તપાસની માગણી કરી હતી.
આખી ઘટના અંગે ઇસરી પોલીસે મૃત્યુ પામનાર મહિલા ના પુત્ર જયંતીભાઈ કાંતિભાઈ મનાતની ફરિયાદના આધારે મૃત્યુ પામેલા મહિલાના પતિ કાંતિભાઈ દોલાભાઈ મનાદ જેની ઉંમર 65 વર્ષ છે અને તેઓ જામગઢના રહેવાસી હતા તેના વિરુદ્ધ હત્યાની કલમો દાખલ કરાવીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાંતિભાઈ ની સામે હત્યા સહિતની ઘણી બધી કલમો દાખલ કરીને ગુનો દાખલ કરી મૃદુતક મહિલાનું ઇસરી સરકારી હોસ્પિટલ ની અંદર પોસ્ટમોર્ટમ ખાતે કરાવીને અત્યારે પતિને ઝડપી લેવાના તમામ ચક્રો ગતિમાન કર્યા છે.
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.