અમરેલીમાં પ્રેમીના ત્રાસથી કંટાળીને 19 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… મરતા પહેલા સુસાઇડ નોટમાં લખ્યું કે…

અમરેલીમાં પ્રેમીના ત્રાસથી કંટાળીને 19 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… મરતા પહેલા સુસાઇડ નોટમાં લખ્યું કે…

ગુજરાતમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. અહીં અમરેલીમાં TYBSC માં અભ્યાસ કરતી એક યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર જીવતીએ એક યુવકના ત્રાસથી કંટાળીને પોતાની હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.

વિગતવાર વાત કરીએ તો સુસાઇડ કરનાર યુવતીનું નામ અર્ચના હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. અર્ચના અમરેલીમાં લેવા પટેલ શૈક્ષણિક સંકુલમાં TYBSCમાં અભ્યાસ કરતી હતી અને બાયપાસ રોડ પર આવેલ લક્ષ્મી ડાયમંડ હોસ્ટેલમાં રહેતી હતી.

અર્ચના અહીં હોસ્ટેલમાં ત્રીજા માળે રહેતી હતી. હોસ્ટેલ રૂમમાં અર્ચનાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સુસાઇડ કરતાં પહેલાં અર્ચના એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં અર્ચનાને આકાશ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો તેનો ઉલ્લેખ છે.

અર્ચનાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મારી જિંદગીથી કંટાળીને હું આ પગલું ભરી રહી છું. અત્યાર સુધી મેં ઘણું બધું સહન કર્યું પરંતુ હવે સહન થાય તેમ નથી. મારા શરીર પર કેટલા દામ છે તેની મને ખુદને પણ ખબર નથી. આકાશ મને મારી પર્સનલ જગ્યા પર દામ દેવાનું કહેતો હતો.

તે મને એમ કહેતો હતો કે તું ડામ દે નહીંતર તારા ફોટા વાયરલ કરી દઈશ. અર્ચના એ તેના પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળીને સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા જ દીકરીના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આકાશ સામે ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM