900 કિલોમીટર ચાલીને આ માણસ દ્વારકાથી મુંબઈ અક્ષયને મળવા પહોચ્યો હતો.., જાણો કેમ??

0
172

બોલીવુડ જગતમાં કામ કરતા દિગ્ગજ અભિનેતા અક્ષય કુમારને ઓળખની કોઈ જરૂર નથી. તેઓને તેમના એક્શન સીન્સ ના લીધે હંમેશા યાદ કરવામાં આવે છે. આજ કારણ છે કે તેમની ફેન ફોલોવિંગ પણ જોરદાર છે. આજ ક્રમમાં અક્ષય કુમારનો એક ફેન તેમના માટે છેક દ્વારકાથી ચાલતા ચાલતા મુંબઈ તેમને મળવા પહોંચ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

આ દરમિયાન તેની પીઠ પાછળ બેગ પણ દેખાઈ રહી હતી. આ સાથે તેના હાથમાં ભારત દેશનો ત્રિરંગો પણ હતો. જેના પછી અક્ષય કુમારે તેના સાથેનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં તેઓ કહી રહ્યા હતા કે આજે હું પ્રભાતને મળ્યો, જે છેક દ્વારકાથી ચાલીને મુંબઈ પહોંચ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

આ સફર પૂર્ણ કરવા માટે તેને 18 દિવસનો સમય લાગ્યો હતો અને તેઓ રવિવારે અહી પહોંચ્યા હતા. જો ભારતના યુવાન લોકો આવી પ્લાનિંગ અને જુસ્સો પેદા કરી લે તો તેઓ કાઇપણ કરી શકે છે. આ સમય દરમિયાન પ્રભાત કહે છે કે હું તમારો બહુ મોટો ફેન છું અને તમે હંમેશા ફિટનેસ ને લઈને પ્રેરણા આપો છો, તેને ધ્યાનમાં રાખીને હું તમને મળવા આવ્યો છું.

આ વ્યક્તિની વાત સાંભળીને અક્ષય એકદમ પ્રભાવિત થઈ જાય છે અને તેના ખબર અંતર પૂછવા લાગે છે. આ સાથે તેની સાથેનો એક વીડિયો પણ તે ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. જેમાં તેઓ પ્રભાતને પૂછે છે કે તે ખાઈ ખાધું કે નહીં.. આ સાથે તે અક્ષય સાથે જમવા જવાનું પણ કહે છે.

અક્ષય કુમાર હંમેશા વર્ષની ઘણી ફિલ્મોમાં કરી દેતા હોય છે. થોડાક સમય પહેલા તેમની ફિલ્મો ગુડ ન્યૂઝ અને લક્ષ્મી બોમ્બને ખુબ પસંદ કરવામાં આવી હતી. આ બંને ફિલ્મોમાં તેમની સાથે કિયારા અડવાણી દેખાવા મળી હતી. અક્ષય આજે પોતાની ફિટનેસ ને લઈને પણ ચર્ચામાં રહે છે.