કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના “પાનકાર્ડ” અને “આધારકાર્ડ” નું શું થાય છે ??, તેનું શું કરવું જોઈએ ??, અને તે શું કામમાં આવે છે ??

કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના “પાનકાર્ડ” અને “આધારકાર્ડ” નું શું થાય છે ??, તેનું શું કરવું જોઈએ ??, અને તે શું કામમાં આવે છે ??

આધારકાર્ડ અને પાનકાર્ડ બંને એવા ડોક્યુમેન્ટ છે કે જે કોઈ પણ વ્યક્તિ ની પાસે હોવા ખૂબ જરૂરી છે. આ બંને ડોક્યુમેન્ટ વગર ઘણા બધા એવા સરકારી લાભ અને બિનસરકારી લાખો છે કે જેને તમે મેળવી શકતા નથી. તેને કારણે આજના સમયમાં લગભગ દરેક લોકો પાસે આ બંને કાર્ડ તો હોય જ છે. પરંતુ જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય તો, તેમના આધારકાર્ડ અને પાનકાર્ડ નો શુ ઉપયોગ થાય છે??, તેમાં કોઇ વ્યક્તિના મૃત્યુ પછી આધારકાર્ડ અને પાનકાર્ડ નું શું કરવું જોઈએ?? આજે આપણે આ લેખ ની અંદર તે વિષય ઉપર ચર્ચા કરીશું

કોઈ વ્યક્તિના મૃત્યુ પછી આધારકાર્ડ અને પાનકાર્ડ નું શું થાય છે?? :– જ્યારે પણ ઘરની અંદર કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે જ્યારે તેની પાછળ ઘણી બધી વસ્તુઓ મૂકીને જાય છે. તેમાંથી આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા ઘણા બધા જરૂરી દસ્તાવેજો પણ હોય છે. તેવામાં તો પણ વ્યક્તિના મનમાં એક વિચાર તો ચોક્કસ પણ આવે છે કે હવે આ આધારકાર્ડ અને પાનકાર્ડ નું શું કરવું??, શું તે આધારકાર્ડ અને પાનકાર્ડ ભવિષ્યમાં કામ તો આવશે નહીં ને??, અથવા તો મૃત્યુ પછી ખાલી કાગળનો ટુકડો બની જાય છે??, અથવા તો તેને ડિએક્ટિવેટ પણ કરી શકાય છે??

મૃત્યુ નોંધ ના પ્રમાણપત્ર ની સાથે આધાર લિન્ક કરાવો :- ખરેખર જ્યારે ઘરની અંદર કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના પરિવારની જવાબદારી હોય છે કે, જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તેના આધારકાર્ડ અને પાનકાર્ડ બંધ કરાવી નાખે. આધારકાર્ડ અને પાનકાર્ડ ને ડીએક્ટિવેટ કરવો તે શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ નિયમ પ્રમાણે તમને જણાવી દઈએ કે, મૃત્યુ પામેલા વ્યક્તિના આધાર કાર્ડને સરેન્ડર અથવા તો નિષ્ક્રિય કરી શકતા નથી પરંતુ તમે ચોક્કસપણે આધારકાર્ડ અને મૃત્યુના પ્રમાણપત્ર ની સાથે લિંક કરાવી શકો છો. આવી રીતે કોઈ મૃતકના આધારકાર્ડ અને પાનકાર્ડ નો દુરુપયોગ કરી શકતા નથી

મૃતક વ્યક્તિના પાનકાર્ડ કેવી રીતે નિષ્ક્રિય કરવું :- જો તમે ઈચ્છો તો મૃત્યુ પામેલા વ્યક્તિનું પાનકાર્ડ પરત પણ કરી શકો છો. પરંતુ તે ખૂબ જ લાંબી પ્રક્રિયા છે. આ માટે તમારે એસેસમેન્ટ ઓફિસરને પત્ર લખવો પડશે. આ પત્ર ની અંદર તમારે પાન કાર્ડ પરત કરવાનું ચોક્કસપણે સરખું કારણ આપવું પડશે. તે સમયે તમે મૃત્યુ પામેલા વ્યક્તિના મૃત્યુનું પ્રમાણ પત્ર ની નકલ પણ સાથે જોડી શકો છો. પરંતુ એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે, પાન કાર્ડ પાછું આપતા પહેલા તેની સાથે જોડાયેલા તમામ નાણાંકીય વ્યવહાર કરી લેવા જોઈએ. ત્યારબાદ તમારે પાનકાર્ડ બંધ કરાવવા ની અરજી આપો.

અમે આશા રાખીએ છીએ કે તમને આ જાણકરી ખૂબ જ પસંદ આવી હશે, જો તમને આ જાણકારી ગમી હોય તો બીજા લોકોની સાથે શેર પણ કરો અને અમારા પેજ ને like કરો, કારણકે તમારા સગા વ્હાલાઓને મિત્રોને પણ મૃત્યુ પામેલા વ્યક્તિના આધારકાર્ડ અને પાનકાર્ડ નો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે તે વિશે જાણકારી મળી રહે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM