રાજકોટમાં ખેડૂતની દિવ્યાંગ દીકરીએ ધોરણ 12 માં મેળવ્યા 99.97 PR, GPSC પાસ કરવાની વ્યકત કરી ઈચ્છા…દીકરીને ખૂબ ખૂબ અભિનંદન…

રાજકોટમાં ખેડૂતની દિવ્યાંગ દીકરીએ ધોરણ 12 માં મેળવ્યા 99.97 PR, GPSC પાસ કરવાની વ્યકત કરી ઈચ્છા…દીકરીને ખૂબ ખૂબ અભિનંદન…

સોશિયલ મીડિયા પર ઘણા બધા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે કે જોયા હશે જેમાં દીકરીઓ પોતાના મા બાપનું નામ રોશન કરતી હોય છે. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં સામાન્ય ખેડૂત પરિવારની દીકરી ક્રિષ્ના કલ્યાણભાઈ મકવાણા બે વર્ષ પહેલાં વાપી જુડો કોમ્પિટિશન રમવા ગઈ હતી.

પરત આવતા બગોદરા નજીક તેમની કારનો અકસ્માત થતા બંને પગ પેરેલાઇઝ થઈ ગયા હતા. જોકે આજે ધોરણ 12 બોર્ડમાં 99.97 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, ક્રિષ્ના એ જુડોમાં 10 જેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે અને નેશનલ લેવલની રમત રમી ચૂકી છે. ક્રિષ્ના અને તેની સાથેના વિદ્યાર્થીઓ બે વર્ષ પૂર્વે વાપી ટુર્નામેન્ટ રમવા ગયા હતા.

પરત રાજકોટ આવતા સમયે બગોદરા નજીક તેમની કારનો અકસ્માત થયો હતો. જેમાં બે વિદ્યાર્થી સહિત ત્રણના મોત નીપજ્યા હતા, આ અકસ્માતમાં ક્રિષ્ના પણ સામેલ હતી અને તેમના બંને પગ પહેરેલાઇઝ થઈ ગયા હતા. ક્રિષ્ના એ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારા પિતા ખેતી કામ કરે છે. અમે બે વર્ષ પહેલાં વાપી જુડો કોમ્પીટીશન રમવા સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગયા હતા,

પરત આવતા સમયે અકસ્માત થયો હતો. જેમાં મારા બંને પગ પહેરેલાઈઝ થઈ ગયા હતા, આ પછી તેમને એક વર્ષ ડ્રોપ લીધો હતો. પછી ફરી આ વર્ષે પરીક્ષા આપી હતી જેમાં આજે 99.97 PR પ્રાપ્ત કર્યા છે. હું રોજ ચાર કલાક ફીઝીયોથેરાપીમાં કસરત કરવા જતી હતી,

આઠ થી નવ કલાક ભણવા પાછળ આપતી હતી. જેના કારણે આ પરિણામ પ્રાપ્ત કર્યું છે, આગળ GPSC પરીક્ષા પાસ કરી ઓફિસર બનવાની ઈચ્છા છે. એના માટે હું આગળ મહેનત કરીશ અને મારા જેવા વિદ્યાર્થીઓને હિંમત આપી તેમના માટે પ્રેરણા રૂપ બની તેમને મદદરૂપ થવા કામ કરીશ.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM