છેને બાકી ગજબ ટેલેન્ટ..! પંજાબી યુવકે મોઢાથી વગાડ્યું એવું જબરદસ્ત સંગીત કે… વિડીયો જોઈને દિલ ખુશ થઈ જશે…

છેને બાકી ગજબ ટેલેન્ટ..! પંજાબી યુવકે મોઢાથી વગાડ્યું એવું જબરદસ્ત સંગીત કે… વિડીયો જોઈને દિલ ખુશ થઈ જશે…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણને નવાઈ લાગે છે. ઘણા વિડીયો એવા હોય છે જેમાં લોકો પોતાના ટેલેન્ટથી લોકોને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે. હાલમાં આવો જ એક વિડિયો પંજાબ માંથી વાયરલ થયો છે, વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક પંજાબી લોકો જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં ટ્રેન નો નજારો જોવા મળી રહ્યો છે, એક પંજાબી યુવક મોઢાથી અલગ અલગ રીતે સંગીત વગાડી રહ્યા છે. તે જે અંદાજમાં સંગીત વગાડે છે તેને જોઈને લાગે છે કે તે કોઈ સંગીત વાદ્ય વગાડી રહ્યો છે. લોકોની અલગ અલગ ડિમાન્ડ પર તે યુવક ટ્રેનમાં ઊભા રહીને મોઢામાંથી શહેનાઈ જેવા વાદ્યો વગાડી રહ્યો છે અને તે ઘોડાનો પણ અવાજ કાઢે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર indiansingers_insta નામની આઈડી દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 16 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને એક લાખ જેટલી લાઇક્સ પણ મળી છે, સોશિયલ મીડિયા યુઝર્સ આ વિડીયો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આવા અદભુત ટેલેન્ટ ના વિડીયો ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે આ યુવકને કોઈપણ સંગીત વાદ્યની જરૂર નથી. બીજા એક યુઝરે લખ્યું છે કે આવું ટેલેન્ટ ભાગ્યે જોવા મળે છે.

ત્રીજા યુઝરે વિચિત્ર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે આ ભાઈ જમવામાં સંગીત વાદ્ય ખાતો હશે. આવી અનેક પ્રતિક્રિયાઓ આ વીડિયો પર લોકો આપી રહ્યા છે. ઘણા લોકો આ વીડિયોના વખાણ પણ કરી રહ્યા છે કે આવું ટેલેન્ટ ભાગ્યે જ જોવા મળે છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM