70-80ની સ્પીડમાં આવતી કારે સાઈકલ સવારે યુવકને ફૂટબોલની જેમ હવામાં ઉડાડ્યું, યુવકનું દર્દનાક મોત… જુઓ કાળજુ કંપાવી દેતો વિડિયો…

70-80ની સ્પીડમાં આવતી કારે સાઈકલ સવારે યુવકને ફૂટબોલની જેમ હવામાં ઉડાડ્યું, યુવકનું દર્દનાક મોત… જુઓ કાળજુ કંપાવી દેતો વિડિયો…

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. મોટેભાગની અકસ્માતનીઘટનાઓ વધુ ઝડપના કારણે બન્યું છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી કાર ચાલકે સાઇકલ સવાર યુવકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને દૂર જઈને પડ્યો હતો.

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ સાયકલ સવાર યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવા કે પોતાનો જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના સોમવારના રોજ સવારના સમયે આગ્રામાં બની હતી.

ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ સાયકલ લઈને રોડ ક્રોસ કરી રહ્યો છે. આ દરમિયાન 70 થી 80 ની સ્પીડમાં આવતી કાર સાયકલ સવારે યુવકને જોરદાર ટક્કર લગાવે છે. જેના કારણે સાયકલ સવારે યુવક સૌ પ્રથમ કારના બોનેટ સાથે અથડાય છે અને પછી હવામાં ફંગોળાઈને રોડ ઉપર પડે છે.

ઘટના સોમવારના રોજ બની હતી પરંતુ અકસ્માતના સીસીટીવી ફૂટેજ મંગળવારના રોજ સામે આવ્યા હતા. વિગતવાર વાત કરીએ તો 26 વર્ષીય જયકાંત સોમવારના રોજ સવારે સાત વાગ્યાની આસપાસ સાયકલ લઈને શાળાએ જવા માટે નીકળ્યો હતો. જયકાંત શાળામાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે.

જયકાંત સાયકલ લઈને જતો હતો ત્યારે તે રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે સામેથી આવી રહેલી એક હાઈ સ્પીડ i-10 કારે જયકાંતને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં જયકાંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ જયકાંતને સારવાર માટે સ્થાનિક લોકો હોસ્પિટલ લઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલમાં સારવાર દરમિયાન જયકાંતે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જયકાંતનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા જયકાંતના પરિવારના સભ્યોની ફરિયાદના આધારે કાર સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM