અંધશ્રદ્ધાનું આંધળું પરિણામ..! માતાજીના નામે કુકર્મ કરતો પાખંડી અને નરાધમ ભુવો પકડાયો… તમે જ કહો આવા પાખંડીનું શું કરવું જોઈએ..?

આપણે સોશિયલ મીડિયા પર ઘણા કુકર્મ કરતા ભુવાઓ વિશે સાંભળ્યું હશે અને ઘણા એવા વિડીયો પણ જોયા હશે. આજકાલ લોકો અંધશ્રદ્ધામાંખૂબ જ માને છે જેના કારણે તેમને ક્યારેક તકલીફો પણ ભોગવી પડતી હોય છે. આવી જ એક સત્ય ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં રહેતી એક યુવતી અચાનક ગુમ થઈ જાય છે, તેવી ફરિયાદ નોંધાવવામાં આવે છે.
ત્યારબાદ પોલીસ તપાસ શરૂ થાય છે અને એક વર્ષે આઠ લોકોની ધરપકડ કરવામાં આવે છે. જેમાં મુખ્ય આરોપી તરીકે સુરજ ભુવાજી ઉર્ફે સૂરજ સોલંકીની ઓળખ થઈ છે, સુરજ સોલંકી માતાજી નો ભૂવો હોવાનો દાવો કરવામાં આવે છે. આ ઉપરાંત તેના સોશિયલ મીડિયામાં હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે.
આજકાલ સોશિયલ મીડિયા પર આવા ભુવાઓના વિડીયાઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તેમનાથી ચેતીને રહેવું કારણકે અમુક ભુવાઓ સાચા પણ હોય છે અને અમુક ખોટા પણ હોય છે. સુરજ સોલંકીની લાઈફ સ્ટાઈલ વિશે વાત કરવામાં આવે તો, તેના સોશિયલ મીડિયામાં અનેક વીડીયાઓ અને ફોટાઓ તેણે મૂક્યા છે.
જેમાં જોઈ શકાય છે કે મોંઘી ગાડીઓનો શોખ ધરાવે છે, આ ઉપરાંત ઘણા વિડીયો માં તેનું સ્વાગત કરતા હોય તેવા પણ છે. લોકમાનસમાં તેણે એક એવી છાપ ઊભી કરી હતી કે લોકો તેને ખૂબ જ માનતા હતા. આ સિવાય તેના સોશિયલ મીડિયામાં ધૂણતા હોય તેવા વિડિયો પણ મૂકવામાં આવ્યા છે. તેમાં પણ જોઈ શકાય છે કે તે ફૂલોના ઢગલા વચ્ચે બેઠો હોય છે અને ધૂણતો હોય છે અને લોકો તેની પર ફૂલની પાંદડીઓ નાખતા હોય છે.
આવા અનેક વિડીયો સોશિયલ મીડિયા પર સૂરજ સોલંકી ના જોવા મળે છે અને તે એક ભુવો છે તેઓ પણ દાવો કરે છે. પરંતુ એક યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવતા મુખ્ય આરોપી તરીકે સુરજ સોલંકીનું નામ બહાર આવ્યું છે. અંધ શ્રદ્ધાળુઓ ના કારણે ઘણી વખત આવું આંધળું પરિણામ મળે છે. ઘણા ભુવાઓ લોકોને શ્રદ્ધા અપાવીને કુકર્મ કરતા હોય છે, તેથી આવા ભુવાઓથી દૂર રહેવું જોઈએ અને અંધશ્રદ્ધામાં આવવું જોઈએ નહીં.
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.