હવે તો ભારે કરી હો..! મારો બેટો ચડ્ડીમાં 71 લાખ રૂપિયા સોનુ લઈને ફરતો હતો, આ રીતે પકડાયો…

આપણે સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં લોકો દાણ ચોરીમાં પકડાઈ છે. જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર સોનાની દાણ ચોરી નો મોટો મામલો સામે આવ્યો છે. કસ્ટમ વિભાગ એ 71 લાખની કિંમતનુ દાણચોરીનું સોનુ જપ્ત કર્યું છે. કસ્ટમ વિભાગ એક એર અરેબિયાની શાહજાહ જયપુર ફ્લાઇટ માંથી આવેલા એક મુસાફર પાસેથી આ સોનું રિકવર કર્યું છે.
આરોપી પેસેન્જર તેના સામાનની ની સાથે બુટ અને ચડ્ડી ની અંદર છુપાવીને સોનાની દાણચોરી કરતો હતો. મુસાફર ની શંકાસ્પદ હાલત જોઈને કસ્ટમ અધિકારીઓએ ચેકિંગ પોઇન્ટ પર તેના આખા સામાનની તલાશી લીધી હતી. આરોપી મુસાફરે દાણચોરી કરેલા સોનાને લિક્વિડ ફોર્મેટ માં કન્વર્ટ કરીને છુપાવી દીધી હતું. જપ્ત કરાયેલા સોનાનું કુલ વજન લગભગ એક કિલો 200 ગ્રામ હોવાનું કહેવાય છે.
કસ્ટમ અધિકારીઓએ કસ્ટમ્સ એક્ટ 1962 ની કલમો હેઠળ દાણચોરી કરાયેલા પેસેન્જરને ધરપકડ કરી છે. આ સાથે તેના પાસપોર્ટ જપ્ત કરીને તેની વિદેશ યાત્રાઓની વિગતો મેળવવામાં આવી રહી છે. હાલના સમયમાં જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા સોનાની દાણચોરીના અવારનવાર કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
13મી એપ્રિલે પણ કસ્ટમ વિભાગની ટીમે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનુ ઝડપ્યું હતું. તે સમયે રિયાધથી શાહજાહ થઈને જયપુર આવેલા એક મુસાફર પાસેથી આશરે 47 લાખનું સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું. મુસાફર રિયાધથી શાહજાહ થઈને ફ્લાઇટ નંબર જી 9435 દ્વારા જયપુર પહોંચ્યો હતો.
પેસેન્જર કાર્ટન બોક્સમાં 756 ગ્રામ સોનુ છુપાવ્યું હતું, તેની કિંમત 46.64 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ પહેલા 23 જાન્યુઆરીએ જયપુર એરપોર્ટ પર દાણચોરી નો મામલો સામે આવ્યો હતો. તે દિવસે કસ્ટમ વિભાગની ટીમે શાહજાહથી આવેલા બે મુસાફરો પાસેથી આશરે રૂપિયા 55 લાખનું સોનું જપ્ત કર્યું હતું.
ટ્રેક પેન્ટ ની નીચેના ભાગમાં શાહજાહથી ફ્લાઇટ નંબર G9435 દ્વારા જયપુર પહોંચેલા પ્રથમ મુસાફર પાસેથી પેસ્ટ ના રૂપમાં 380 ગ્રામ સોનુ મળી આવ્યું હતું. તે જ દિવસે અન્ય એક દાણચોર ફ્લાઇટ નંબર G9435 દ્વારા શાહજાહ થઈને જયપુર પહોંચ્યો હતો. તેણે પણ 576 ગ્રામ સોનાની પેસ્ટને સીલીકોન રબરની બે કેપ્સ્યુલ માં ઢાંકીને તેના અન્ડરવેર માં છુપાવી હતી. તેની કિંમત 33.69 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.