આ 8 વસ્તુ દરરોજ દેખાઈ છે, પણ 90% લોકો ને નથી ખબર તેનો સાચો ઉપયોગ..

0
251

આપણે રોજબરોજ એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે યોગ્ય માહિતી હોતી નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

નોઝ પેડ્સ :- તમને જણાવી દઈએ કે ચશ્મા ઉપર જે સફેદ રંગના બે પેડ્સ આવેલા હોય છે. તેને નોઝ પેડ્સ કહેવામાં આવે છે. જે નોઝ સાથે ચોંટેલા રહે છે.

પુલ લૂપ્સ : તમારા શૂઝની પાછળ તમે ધ્યાન આપ્યું હોય તો બે લૂપ્સ આવેલા હોય છે. જેને પુલ લૂપ્સ કહેવામાં આવે છે. જે જરૂર પડે ત્યારે લટકાવવા માટે ઉપયોગી બને છે.

ફ્લોમ બંડલ્સ : તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે આપણે કેળા ખાતા હોઈએ છીએ ત્યારે તેમાંથી સફેદ રંગના રેસા જેવો પદાર્થ નીકળે છે તેને ફ્લોમ બંડલ્સ કહેવામાં આવે છે.

અગલેટ્સ : તમે બધા લોકો બુટનો ઉપયોગ કરતા હશો જેમાં દોરીના છેડા પર બે રબરના અગલેટ્સ આવેલા હોય છે. જેનાથી આસાનીથી બૂટના કાણામાંથી પસાર થઈ શકે છે.

ફેરુલ : આપણે મોટેભાગે એવી પેન્સિલ નો ઉપયોગ કરવા માટે ટેવાઈ ગયા છીએ, જેના એક છેડા પર રબર લગાવેલું હોય. જોકે તમે ધ્યાન આપ્યું હોય તો રબરને પેન્સિલ સાથે જોડવા માટે જે મેટલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે, તેને ફેરુલ કહેવામાં આવે છે.

લોકર લૂપ : તમે ધ્યાન આપ્યું હોય તો શર્ટની પાછળ એક લૂપ આકારનું બનાવેલું હોય છે. આપણે તેને શું કહેવાય છે, તેના વિશે જાણતા નથી. તો તમને જણાવી દઈએ કે તેને લોકર લૂપ કહેવામાં આવે છે. જેનો ઉપયોગ શર્ટ લટકાવવા માટે કરવામાં આવે છે.

ક્રાઉન : આપણી ઘડિયાળની સાઈડમાં એક નાની ચાવી જેવી વસ્તુ હોય છે, તેનો ઉપયોગ સમય બદલવા માટે થાય છે. તમને જણાવી દઈએ કે તેને ક્રાઉન તરીકે ઓળખવામાં આવે છે.

તીથ : તમે જાણતા હશો કે આપણા આપણા ચેઇનમાં ઝીપ કરવાના ભાગને ચેન કહેવામાં આવે છે પણ જે નાના નાના વિભાગ ચેન સાથે જોડાયેલ હોય છે, તેને શું કહેવામાં આવે છે તો તમને જણાવી દઈએ કે તેને તીથ કહેવામાં આવે છે.